નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ચારા કૌભાંડ મામલે CBIની વિશેષ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળ(RJD) ચીફ લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની જેલ અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 950 કરોડના સૌથી મોટા ઘાસચારા કૌભાંડ રાંચીના ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં CBI કોર્ટે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સહિત 38 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.
CBIના સ્પેશિયલ પ્રોસિક્યુટર બીએમપી સિંહે જણાવ્યું હતું કે 38 દોષિતોમાંથી 35 બિરસા મુંડા જેલમાં બંધ છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય ત્રણ દોષિતોને સ્વાસ્થ્યના કારણોસર રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (રિમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં CBIએ કુલ 170 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી જ્યારે 26 સપ્ટેમ્બર 2005ના રોજ 148 આરોપીઓ સામે આરોપો નોંધવામાં આવ્યા હતા.
કોર્ટે 29 જાન્યુઆરીએ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અલગ અલગ ચાર કૌભાંડના કેસોમાં 14 વર્ષ સુધીની સજા પામેલા લાલુ પ્રસાદ યાદવ સહિત 99 લોકો સામે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સંયુક્ત બિહારમાં ચારા કૌભાંડનો મામલો જાન્યુઆરી 1996માં પશુપાલન વિભાગમાં દરોડા બાદ સામે આવ્યો હતો. CBIએ જૂન ૧૯૯૭માં તત્કાલીન મુખ્યમંત્રી લાલુ યાદવને આરોપી તરીકે નામ આપ્યું હતું. એજન્સીએ લાલુ પ્રસાદ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સામે આરોપો નોંધ્યા હતા. સપ્ટેમ્બર 2013માં ટ્રાયલ કોર્ટે લાલુ પ્રસાદ, જગન્નાથ મિશ્રા અને અન્ય 45 લોકોને ઘાસચારા કૌભાંડના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને તેમને રાંચી જેલમાં મોકલી દીધા હતા.
ડિસેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદને જામીન આપ્યા હતા, જ્યારે ડિસેમ્બર 2017માં CBI કોર્ટે તેમને અને અન્ય 15 લોકોને દોષી જાહેર કરીને બિરસા મુંડા જેલમાં મોકલી દીધા હતા. ઝારખંડ હાઈકોર્ટે એપ્રિલ 2021 માં લાલુ પ્રસાદને જામીન આપ્યા હતા. ઘાસચારા કૌભાંડમાં કુલ પાંચ કેસ ચાલી રહ્યા છે, જેમાં આ પાંચમો અને છેલ્લો કેસ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












