નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં શીલજ સર્કલથી ભાડજ સર્કલ જવાના રસ્તા પર સર્વીસ રોડ પાસે કેટલી યુવતીઓ આવતા જતા રાહદારીઓને હાથના ઈશારા કરીને બોલાવી બિભસ્ત ચેનચાળા કરતી હોવાનું સામે આવતા સોલા પોલીસે 9 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે જ આ યુવતીઓ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલા ખેતરો પાસે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા સોલા પોલાસે ગેરકાયદે પ્રવૃત્તિ નજર રાખી હતી. આજે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શીલજ સર્કલથી ભાડજ સર્કલ જવાના રસ્તા પર સર્વીસ રોડ પાસે કેટલી યુવતીઓ આવતા જતા રાહદારીઓને હાથના ઈસારા કરીને બોલાવી બિભસ્ત ચેનચાળા કરતી હોવાનુ સામે આવ્યું હતું.
આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર યુવતીઓ ઉભી રહી રોડ પર જતાં લોકોને બીભત્સ ઈશારા કરી દેહવિક્રય કરતી હતી.પોલીસે તમામ ઊભેલી 9 યુવતીઓની ધરપકડ કરીને જી.પી.એક્ટ 110,117 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












