નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરક્ષાઓના પેપર લીક થવાની અને પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હવે ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરિક્ષાનું પેપર કોઈ યક્તિએ લીક કરીને સોશિયલ મીડિયામાં ફરતું કરી દીધું છે. યુટ્યુબ નામના પ્લેટફોર્મ પર આ પેપર સંપૂર્ણ રીતે સોલ્વ કરીને તેનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ પરિક્ષાના પેપર નવનીત પ્રકાશનમાં છાપવામાં આવે છે જેના કારણે નવનીત પ્રકાશન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે.
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી આ પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ઉદ્ભવી છે. ગૌણ સેવા પાંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું તેમાં સૂર્ય ઓફસેટ નામના પ્રેસમાં આ પેપર છાપાયું હતું અને તેના જ કર્મચારીની સંડોવણી સામે આવી હતી, તેવી જ રીતે નવનીત પ્રકાશનમાં આ પેપર છપાય છે તેના પણ કોઈ કર્મચારી પણ આ પેપર લીકમાં સંડોવાયેલા હોય તેવી શક્યતાઓ છે.
આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, “ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરિક્ષાના પેપર લીક થયા હોવાની ફરિયાદ અમને મળી છે. કોઈ વ્યક્તિએ આ પેપર યુટ્યુબ પર લીક કર્યું છે, પરંતુ જે પેપર લીક થયું તે પરીક્ષાનું જ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. જો પરીક્ષાનું જ પેપર હશે તો આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિને યોગ્ય સજા પણ કરવામાં આવશે. પરંતુ આમાં તેવી પણ શક્યતા છે કે કોઈ અનુભવી શિક્ષકે પોતાનું અનુભવ મુજબ IMP પ્રશ્નોનું પેપર બનાવ્યું હોય અને તે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હોય, આ અંગે તપાસ કરવામાં આવશે.”
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સચિવ ડી એસ પટેલ દ્વારા અલગ અલગ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ પેપર લીક મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવાના સૂચનો આપવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












