નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ સાસણ ગીરના જંગલમા દેશ વિદેશથી પ્રવાસીઓ એશિયાટિક લાયાન જોવા આવે છે. તાજેતરમાં સિંહ દર્શન માટે જિપ્સીમાં પ્રવાસીઓ ગીરના જંગલમા સિંહ દર્શને જતા એક વિરલ ઘટના બની હોય તેમ ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જનારાઓને ગીરના જંગલમાં સિંહ, નીલ ગાય, હરણ, વાંદરા, વગેરે જોવા મળે છે પરંતુ તાજેતરમાં સાસણ ગીરના જંગલમાં ભાગ્યે જ નજરે પડે એવા દીપડાના દર્શન થતાં સિંહ પ્રેમી પ્રવાસીઓ રોમાંચિત બન્યા હતા.

ભાગ્યે જ જોવા મળતા એકી સાથે ત્રણ દીપડા દેખાતા અને તેમાં પણ એક દીપડો ગિર સફારીના રૂટ ઉપર શિકારની શોધમાં ઝાડ ઉપર ચઢતો જોવા મળ્યો હતો. પ્રવાસીઓ સાથે જિપ્સીમાં રહેલા વન વિભાગના કર્મચારીઓને આ અદભૂત દ્રશ્યો જોવા મળતા તેઓએ ઘટનાને કેમેરામાં કંડારી વીડિયો પોસ્ટ કરતાં તે વાયરલ થયો હતો. સિંહ દર્શન કરવા જનારાને દીપડા દર્શન થવાની વિરલ ઘટના બનતા સિંહ પ્રેમીઓ જિપ્સી વાળા અને વન વિભાગ રોમાંચિત બન્યા હતા.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












