Monday, June 29, 2026
HomeGeneralઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવશે ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિગ...

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવશે ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિગ પોઈન્ટ અને પાર્કિંગ સ્ટેશન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસમાં થતાં સતત ભાવવધારાના કારણે લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો(electric vehicle) તરફ વળ્યા છે, પરંતુ તેમાં પણ શહેરમાં ચાર્જિગની સમસ્યા હોવાના કારણે લોકોને મુશ્કેલીની સામનો કરવો પડે છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ રેલવે દ્વારા એક પહેલ કરવામાં આવી છે. આજે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પર ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિગ પોઈન્ટ (Charging Point) અને પાર્કિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.



આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિગ પોઈન્ટ અને પાર્કિંગ સ્ટેશન શરૂ કરવા માટેનો કાર્યક્રમ હતો તેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને અમદાવાદ રેલવે DRM હજાર રહ્યા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન પર 4 વાહનો સંપૂર્ણ ચાર્જ થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. એકઠી દોઢ કલાકમાં એક વાહન સંપૂર્ણ ચાર્જ થઈ જશે. જેનો ચાર્જ પ્રતિ યુનિટ 16 રૂપિયાના દરે લેવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ મુસાફરી કરતાં મુસાફરો અમદાવાદ રેલવે સ્ટેશનથી ઇલેક્ટ્રીક કાર પણ ભાડે મેળવી શકશે જેનો ચાર્જ પ્રતિ કિલોમીટર વ12થી 16 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ઈ રિક્ષાની પણ સેવા શરૂ કરવામાં આવશે.



અમદાવાદની આસપાસના ગાંધીનગર, સાબરમતી, આંબલી અને ચાંદલોડીયા રેલવે સ્ટેશન પર પણ આવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે તેવું રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદમા મુસાફરી કર્તા પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરે તે આ મુહિમ નો મુખી ઉદેશ્ય છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular