Monday, June 29, 2026
HomeGeneralસુરતઃ દીકરી ગ્રીષ્માને બાથ ભીડી પિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા, દૃષ્ય જોઈ લોકોની...

સુરતઃ દીકરી ગ્રીષ્માને બાથ ભીડી પિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા, દૃષ્ય જોઈ લોકોની આંખો ભીંજાઈ, અંતિમયાત્રામાં ભારે મેદની

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતની દીકરી ગ્રીષ્માની સરાજાહેર હત્યા પછી તેના પિતાની રાહ જોવાઈ રહી હતી કારણ કે તેઓ આફ્રીકા હતા, આજે જ્યારે તેઓ આવ્યા તે પછી અંતિમ યાત્રા શરૂ કરાઈ હતી. જોકે જ્યારે પિતા અહીં આવ્યા વ્હાલી દીકરીનું મૃત શરીર જોઈ પોતાના ઉપરનો તમામ કાબુ ગુમાવી ચુક્યા હતા. જે દીકરીને કોળીયા ખવડાવી મોટી કરી હતી તે દીકરીને આજે એક મુર્ખા યુવકના કારણે મૃત જોવાનો વારો આવ્યો તે પિતા માટે કેટલું કાળજુ કપાવનારું હશે તેનો અંદાજ માત્ર શરીરમાંથી ધ્રુજારી છોડાવી દેનારો છે. સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ આજે બે દિવસે તેની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેને શ્રઘાંજલી આપવા માટે ઉમટી પડયા હતા. ગ્રીષ્માને બાથ ભરીને રડતા તેના માતા-પિતા અને ભાઈને જોઇને શ્રઘાંજલી આપવા આવેલા અન્ય લોકો પણ આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા.




સુરતના કામરેજમાં પાસોદરા પાટિયા પાસે બે દિવસ અગાઉ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીના ભાઈ અને માતાની નજરની સામે દિકરીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ વાઈરલ થયો હતો. વિડીયો જોઈને ભલભલાનું હ્રદય કંપી ઉઠે તેટલી ક્રુર રીતે હત્યા કેમેરામાં કેદ થઈ હતી.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી તેના મૃતદેહને બે દિવસ સુધી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા નહોતા. દીકરીની હત્યાના સમાચાર સાંભળી પિતાના પગ નીચેથી જમીન ખશી ગઈ હતી. અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. મૃતદેહ પાસે માતા-પિતાએ ચોધાર આંસુએ રડતા જોઈને સમાજના લોકો આંસુ રોકી શ્કયા ન હતા. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેની ચિંતાને આગ આપી હતી.



અંતિમ યાત્રામાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવા માગ કરી હતી. બીજી તરફ અન્ય લોકોએ માગ કરી હતી કે, ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ જાહેરમાં ફાંસી આપીને કડક સજા આપવા માગ કરી હતી. અંતિમ યાત્રા વાહીની નીકળી તે સમયે તેની સાથે મોટી સંખ્યામાં બાઈક સવાર યાત્રામાં જોડાયા હતા. સ્થાનિકોએ પણ અંતિમ યાત્રા જે રસ્તા પરથી નીકળી હતી ત્યા હાજર રહીને મૃતદેહ પર પુષ્પ અરપણ કરી બે હાથ જોડીને શ્રધાંજલી આપી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular