Monday, June 29, 2026
HomeGeneralભાવનગર: સગીરા પ્રેમીને કારણે ગર્ભવતી થઈ, પિતાએ આબરૂ જવાના ડરે હત્યા કરી...

ભાવનગર: સગીરા પ્રેમીને કારણે ગર્ભવતી થઈ, પિતાએ આબરૂ જવાના ડરે હત્યા કરી નાખી, પોલીસે આરોપીને પકડ્યો આ રીતે

- Advertisement -

હઠીસિંહ ચૌહાણ(નવજીવન ન્યૂઝ.ભાવનગર): ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક પિતાએ ચાર દિવસ અગાઉ પોતાની 14 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સગીરાને શોધી રહેલી પોલીસના શંકાના દાયરામાં પિતા જ આવી ગયા. આખરે પાલિતાણાના ડુંગરોમાં ફેંકી દેવામાં આવેલી સગીરાની લાશ પોલીસે શોધી કાઢી છે.



ભરતનગરના જલારામ સોસાયટીમાં રહેતા રામદૂત શાહુ (ઉ. 47)એ ચાર દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાની 14 વર્ષની દીકરી કવિતા ઘરેથી કઇપણ કીધા વગર નીકળી ગઈ છે. આ મામલે ભરતનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. ભાવનગર પોલીસે સગીરાને શોધવા માટે ઠેર-ઠેર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે દિવસે સગીરા ગુમ થઈ તે પહેલા તે તેના પિતા સાથે જ નજરે પડતી હતી. શંકાના દાયરામાં આવેલા રામદૂતની કોલ ડિટેલ ચેક કરતાં તેની હાજરી પાલિતાણા પાસે પણ જોવા મળી હતી.



ભરતનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.યાદવે રામદૂતને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેને દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. રામદૂતની કબૂલાત પ્રમાણે તેની દીકરીને એક બિહારી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના પરિણામ સ્વરૂપે ગર્ભવતી થઈ હતી અને તેને પાંચ માસનો ગર્ભ હતો. આ ઘટનાના કારણે સમાજમાં પોતાની આબરૂ જશે તેવા ડરે તેણે દીકરીની હત્યા કરવાની યોજના બનાવી હતી.

બનાવના દિવસે તેણે પોતાની દીકરી કવિતાને ફરવા જઈએ તેમ કહી પોતાની સાથે લઈને નીકળ્યો હતો. પાલિતાણા નજીક આવેલા નિર્જન ડુંગરાળ વિસ્તારમાં દીકરીને લઈ જઈને ગળે ટુપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પરત આવી દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ આપી હતી. ભરતનગર પોલીસે ડુંગરાળ વિસ્તારમાંથી ચાર દિવસ અગાઉ હત્યા કરી દેવામાં આવેલી સગીરાની લાશ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.



- Advertisement -


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular