Friday, May 1, 2026
HomeGeneralBREAKING: ઉત્તરપ્રદેશ આરોપી પકડવા ગયેલા ભાવનગરના ચાર કોન્સ્ટેબલો સહિત પાંચના માર્ગ અકસ્માતમાં...

BREAKING: ઉત્તરપ્રદેશ આરોપી પકડવા ગયેલા ભાવનગરના ચાર કોન્સ્ટેબલો સહિત પાંચના માર્ગ અકસ્માતમાં મોત

- Advertisement -

હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ.ભાવનગર): ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલો ઉત્તેરપ્રદેશ ખાતે એક આરોપીને પકડવા ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે સોમવારની મધ્ય રાત્રિએ જયપુર પાસે માર્ગ અકસ્માત થતાં ચારે પોલીસ કોન્સ્ટેબલો સહિત સાથે રહેલા આરોપીનું પણ મોત નીપજયું છે. આ ઘટના કારણે સમગ્ર ભાવનગર પોલીસમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.




થોડા દિવસ પહેલા ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસ કરી રહેલી પોલીસને જાણકારી મળી હતી કે આ કેસના આરોપી ફઈમ શેખ ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ છે. કેસની ગોપનીયતા જળવાઈ તે માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુખેરા, મનસુખ બાલખીયા અને ઇરફાન આગવાન એક ખાનગી કાર લઈને યુપી અને દિલ્હી તરફ જવા રવાના થયા હતા. આ તપાસ દરમિયાન તેમણે એક શંકાસ્પદ આરોપી પણ મળી આવ્યો હતો. આ આરોપી સાથે ભાવનગર પોલીસ પરત ફરી રહી હતી ત્યારે સોમવારની રાત્રે 3 વાગે તેમની કારને જયપુર ખાતે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર પોલીસ કર્મીઓ સહિત આરોપીનું પણ ઘટના સ્થળે મોત નીપજયું હતું.




ઘટના સ્થળે પહોંચેલી રાજસ્થાન પોલીસને તપાસમાં મૃતકો ગુજરાત પોલીસના કર્મચારી હોવાની વિગત મળતા રાજસ્થાન પોલીસે આ મામલે સ્ટેટ કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી. એક સાથે ચાર પોલીસ કર્મચારીઓના મોતના સમાચાર મળતા પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર પોલીસના અધિકારીઓ રાજસ્થાન જવા રવાના થાય છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular