Monday, June 22, 2026
HomeGeneral29 વર્ષ પૂર્વે સુરતમાં થયા હતા બોમ્બ બ્લાસ્ટઃ દાઉદ ઇબ્રાહીમ, ડોન લતિફની...

29 વર્ષ પૂર્વે સુરતમાં થયા હતા બોમ્બ બ્લાસ્ટઃ દાઉદ ઇબ્રાહીમ, ડોન લતિફની હતી સંડોવણી

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): 2008ના બોમ્બ કાંડનો ચૂકાદો જાહેર થઈ રહ્યો છે ત્યારે સુરતમાં 29 વર્ષ પૂર્વે થયેલા ત્રાસવાદી કૃત્યની ઘટનાનું સ્મરણ થયું છે. તે વખતે આતંકવાદ શબ્દ પ્રચલિત ન હતો પરંતુ ત્રાસવાદ શબ્દ પ્રચલિત હતો. જેથી આ ત્રાસવાદી કૃત્યની વાત કરીએ તો 1992માં બાબરી ધ્વંસ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં મુસ્લિમોને ભારે નુકસાન થયું હોવાની વાતને કેન્દ્રમાં રાખી 1993ના વર્ષમાં સુરતમાં બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. 48ને ઇજા થઈ હતી. જેમાં સંડોવાયેલા કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા એક રાજકીય આગેવાન સહિત સાતને જનમટીપની સજા થઈ ચૂકી છે.



6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ થયા બાદનાં તોફાનોમાં મુસ્લિમોને નુકસાન થયું હોવાની વાતને ધ્યાને લઈ સુરતમાં તે વખતે રાણીતળાવ ખાતે રાહત છાવણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં એકત્ર થઈ મુસ્લિમોમાંથી કેટલાક કટ્ટરવાદીઓએ તોફાનોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું. સુરતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન ઘડાયો. જેમાં તે વખતની કોંગ્રેસની સરકારમાં મત્સ્યોદ્યોગ ખાતાના પ્રધાન મોહંમદ સુરતીની સંડોવણી બહાર આવી હતી.

આ ટોળકીએ ડોન દાઉદ ઇબ્રાહીમ અને અમદાવાદના ડોન લતિફનો સંપર્ક કર્યો હતો. આ મામલે દુબઈ ફોન પણ થયા હતા. આખરે દાઉદના કહેવાથી લતિફે વિસ્ફોટક સામગ્રીની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં 10 બોમ્બ, બે એ.કે. 47 વગેરેનો સમાવેશ થાય છે. આ ટોળકીએ વરાછામાં મિનિ બજાર ખાતે અને સુરત રેલ-વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર ચાર પર બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં વરાછા મેઇન રોડ પર સાધના સ્કૂલ પાસે મિનિ બજાર ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક છાત્રાનું મોત થયું હતું. સાધના સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી 8 વર્ષની અલ્પાનું મોત થયું હતું. જ્યારે તેની સહેલી જિજ્ઞાને બોમ્બ વિસ્ફોટમાં 70 છરા વાગ્યા હતા. એક મહિનાની સારવારના અંતે તે તંદુરસ્ત થઈ ગઈ હતી.



આ બોમ્બ ધડાકામાં દાઉદ ઇબ્રાહીમ અને લતિફનો શું રોલ હતો, સ્થાનિક અન્ય કોની કોની સંડોવણી હતી, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કેવી મહેનત કરી, કેટલા પુરવા એકત્ર કર્યા, કેટલા વર્ષ કેસ ચાલ્યો આ અને આવી અનેક ઝીણવટભરી માહિતી હવે પછી પ્રગટ કરવામાં આવશે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular