Friday, April 24, 2026
HomeGeneralમુંબઈમાં કલાકો સુધી રિલાયન્સ જિયો કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ

મુંબઈમાં કલાકો સુધી રિલાયન્સ જિયો કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મુંબઈ: મુંબઈમાં શનિવારે રિલાયન્સ જિયોની ટેલિકોમ સેવાઓને અસર થતાં ઘણા વપરાશકર્તાઓએ કોલ્સ ન મળવાની ફરિયાદ કરી હતી. જો કે, રાત્રે 8 વાગ્યા પછી ટેલિકોમ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કંપનીને બપોરે આ સમસ્યાની જાણ થઈ. યુઝર્સે કહ્યું કે કોલ કરતી વખતે તેમને ‘કસ્ટમર નેટવર્ક પર નોંધાયેલો નથી’ એવો મેસેજ મળી રહ્યો છે.



ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની ફરિયાદ ભાગ્યે જ જોવા મળે છે અને તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કંપનીએ મોડી સાંજે ગ્રાહકોને મોકલેલા એક સંદેશમાં ઘણા ગ્રાહકોને પડી રહેલી સમસ્યાઓને સ્વીકારી અને આ અવરોધને કારણે વધારાના બે દિવસીય ‘અમર્યાદિત પ્લાન’ની પણ જાહેરાત કરી કહ્યું હતું કે “જ્યારે અમારી ટીમે આ નેટવર્ક સમસ્યાને થોડા કલાકોમાં ઉકેલી લીધી, અમે સમજીએ છીએ કે તમારા માટે આ સારો અનુભવ ન હતો અને અમે તેના માટે દિલથી માફી માંગીએ છીએ,”

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, તબક્કાવાર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન, ગ્રાહકોને તેમના ફોન ‘રીસ્ટાર્ટ’ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ તકનીકી ખામીને કારણે, ઘણા Jio વપરાશકર્તાઓએ એકબીજા સાથે વાત કરવા માટે WhatsAppના ‘કોલિંગ’ ફીચર જેવા વિકલ્પોનો આશરો લેવો પડ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular