Tuesday, November 24, 2026
HomeGujaratગુજરાત 12,993 જગ્યાએ સીધી ભરતી, લોકરક્ષકની 12,752 અને PSIની 241 વેકેન્સી

ગુજરાત 12,993 જગ્યાએ સીધી ભરતી, લોકરક્ષકની 12,752 અને PSIની 241 વેકેન્સી

- Advertisement -

Gujarat Police recruitment Job vacancy: ગુજરાત પોલીસમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલી લોકરક્ષક કેડરની 3,000 જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓને મંજૂરી આપવામાં આવતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરમાં પણ 241 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમ, બંને કેડર મળીને કુલ 12,993 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગે વધુ જગ્યાઓ મંજૂર કરતાં 23 નવેમ્બરના રોજ સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી હતી. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

PSI કેડરમાં 241 જગ્યાઓ પર ભરતી

લોકરક્ષક કેડરની સાથે PSI કેડરની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરમાં કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.

ભરતીની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ જોવી

- Advertisement -

લોકરક્ષક કેડરની નવી જગ્યાઓ અંગેની જાહેરાતમાં અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. ભરતીને લગતી આગામી સૂચનાઓ, અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર નજર રાખવાની રહેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular