Wednesday, November 18, 2026
HomeGujaratAhmedabadAhmedabad : વ્યાજખોરીની ફરિયાદમાં સમાધાન નહીં કરનારા યુવકના અપહરણનો પ્રયાસ કરી માર...

Ahmedabad : વ્યાજખોરીની ફરિયાદમાં સમાધાન નહીં કરનારા યુવકના અપહરણનો પ્રયાસ કરી માર માર્યો અને ઓફિસમાં તોડફોડ કરી, 4 આરોપી ફરાર

- Advertisement -

Youth kidnapped and beaten in Ahmedabad : અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં વ્યાજખોરનો આતંક (Terror of a Usurer in Ahmedabad) સામે આવ્યો છે. ચાર વર્ષ અગાઉ સંજય દેસાઈ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવનારા યુવકના અપહરણનો પ્રયાસ કરી માર મારનારા તેમજ ઓફિસમાં તોડફોડ કરી લાખેક રુપિયાની લૂંટ ચલાવનારા 4 શખ્સો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) ખાતે ગુનો નોંધ્યો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં જાહેર રોડ પર મારામારી કર્યા બાદ ફરાર થઈ ગયેલા સંજય દેસાઈ, વિશાલ દેસાઈ સહિતના 4 શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મારામારી તેમજ તોડફોડની ઘટનાના વીડિયો તેમજ સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે.

અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતા સૌરભ ગુપ્તાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભૂતકાળમાં સૌરભ ગુપ્તાએ સંજય દેસાઈ પાસે વ્યાજે નાણા લીધા હતા અને આ મામલે ચારેક વર્ષ અગાઉ વ્યાજખોરીની ફરિયાદ પણ નોંધાવી હતી. જે ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે સંજય સતત સૌરભ પર દબાણ કરતો હતો. સોમવારે 16 નવેમ્બરની રાતે સૌરભ ગુપ્તા ડ્રાઇવર સાથે ગાડીમાં આવી રહ્યા હતા. ત્યારે વસ્ત્રાપુર તળાવ પાસે ટુ વ્હીલર પર આવેલા સંજય દેસાઈ અને તેના મિત્ર વિશાલ દેસાઈએ સૌરભની કાર ઉભી રખાવી ફરિયાદ મામલે ઝઘડો કરી તેનું એક્ટિવા પર અપહરણ કર્યું હતું.

- Advertisement -

એક્ટિવા થોડેક આગળ જતા સૌરભ મોકાનો લાભ લઈ નીચે ઉતરી ગયો હતો. આથી સંજય અને વિશાલે તેને પકડી લઈ રોડ પર માર મારવા લાગ્યા હતા. આ ઘટનાના પગલે લોકો એકઠા થઈ જતા બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સૌરભ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યો ત્યારે સંજયે ફોન કરી તેને ધમકી આપી હતી અને સંજય, વિશાલ અન્ય સાથીદાર રવિ દેસાઈ તથા સાહિલ દેસાઈની સાથે સૌરભની ઓફિસમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી એકાદ લાખની લૂંટ ચલાવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular