Thursday, November 5, 2026
HomeGujaratઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર ભયાનક અકસ્માત, કાર નદીમાં ખાબકતા 4ના મોત, એક...

ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર ભયાનક અકસ્માત, કાર નદીમાં ખાબકતા 4ના મોત, એક ઘાયલ અને 2 મહિલા ગુમ

- Advertisement -

Uttarakhand Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સ્થાનિક ટેક્સી પાસિંગ કાર ખીણમાં ઉતરી જતા ડ્રાઇવર સહિત 4 લોકોના મોત થયા છે. ગુજરાતના સુરતમાં રહેતા 6 શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામ ખાતે જઈ રહ્યાં હતાં ત્યારે ગુરૂવારે 5 નવેમ્બરની સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો (Pilgrims from Surat met with an accident in Uttarakhand) હતો. અકસ્માતની ઘટનામાં 17 વર્ષીય કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે ગુમ થયેલી બે મહિલાઓની શોધખાળ ચાલી રહી છે.

સુરતમાં રહેતા શ્રદ્ધાળુઓ તાજેતરમાં જ યાત્રાએ નીકળ્યા હતા. હરિદ્વાર ખાતેથી ઇનોવા ભાડે કરીને પટેલ પરિવારના સભ્યો ગંગોત્રી ધામ જવા નીકળ્યા હતા. આજે ગુરૂવારે સવારે સાતેક વાગ્યાની આસપાસ ગંગોત્રી નેશનલ હાઈવે પર કારના ચાલકે કાબૂ ગુમાવી દેતા ઇનોવા 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. ખીણમાં પડેલી ઇનોવા બાદમાં ભાગીરથી નદીમાં જઈને અટકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવતી, એક સ્થાનિક ડ્રાઇવર સહિત 4 લોકોના સ્થળ પર મોત થયા હતા.

- Advertisement -

અકસ્માતની જાણ થતાં બચાવ ટુકડીઓ એમ્બ્યુલન્સ સાથે ધસી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ 17 વર્ષીય કિશોરને ગંભીર અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારમાં પ્રવાસ કરી રહેલી બે મહિલાઓ ગુમ છે. ભાગીરથી નદીના વહેણમાં મહિલાઓ તણાઈ ગઈ હોવાની શક્યતાના પગલે તેમની શોધખોળ ચાલી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular