Tuesday, November 3, 2026
HomeGujaratમહેસાણા જિલ્લામાં મહિલા સરપંચ 80 હજાર અને મહિલા તલાટી 20 હજારની લાંચ...

મહેસાણા જિલ્લામાં મહિલા સરપંચ 80 હજાર અને મહિલા તલાટી 20 હજારની લાંચ લેતા Gujarat ACB ના હાથે ઝડપાયા

- Advertisement -

Female Sarpanch and female Talati caught accepting a bribe of Rs 1 lakh : મહેસાણા જિલ્લામાં Gujarat ACB એ ગોઠવેલા એક છટકામાં બે મહિલાઓ કુલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગઈ છે. લાંચ કેસમાં ઝડપાયેલી મહિલાઓમાં એક છે મહેસાણાના ગમાનપુરા ગામના સરપંચ મણીબહેન મહેન્દ્રજી ઠાકોર (Maniben Thakor Sarpanch) અને બીજા છે તલાટી દિપ્તીબહેન વસંતભાઈ પટેલ (Dipti Patel Talati). લાંચ કેસમાં બંને મહિલાઓની ધરપકડ કરી જુદીજુદી ACB Team એ આરોપીઓના ઘર સહિતના ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

એક વેપારીએ મહેસાણા તાલુકાના ગમાનપુરા ગામે ખેતીની જમીન ખરીદી વર્ષ 2023માં NA (બિન ખેતી) કરાવી વોટર ટ્રીટમેન્ટ કેમિકલનું ઉત્પાદન શરૂ કર્યું હતું. વેપારીને વધુ ઉત્પાદન કરવા માટે જગ્યાની જરૂર હોય તેમણે તેમની માલિકીની જમીન બિન ખેતી કરાવી તેમાં બાંધકામ કરવાની પરવાનગી મેળવવા ગમાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ મણીબહેન ઠાકોર અને તલાટી દિપ્તીબહેન પટેલનો સંપર્ક કર્યો હતો. બાંધકામ માટેની અરજીમાં પરવાનગી આપવા માટે મણીબહેન ઠાકોરે (રહે. ગમાનપુરા, તા.જિ. મહેસાણા) 80 હજાર અને ગમાનપુરા અને દેલોલી ગ્રામ પંચાયતના તલાટી દિપ્તીબહેન પટેલે (રહે. પહલ-83, સીલિંગ રોડ, રાધનપુર રોડ, મહેસાણા) 20 હજારની લાંચ માગી હતી. વેપારી લાંચ આપવા માગતા નહીં હોવાથી તેમણે Gujarat ACB નો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન (Ahmedabad ACB Police Station) ના પીઆઈ એમ.આર. શેઠે (PI M R Sheth) આ મામલે ફરિયાદ નોંધી ટ્રેપ ગોઠવી હતી. સોમવાર 2 નવેમ્બરના રોજ ગમાનપુરા ગ્રામ પંચાયત ખાતે મહિલા સરપંચ અને તલાટી બંને જણા 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular