Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadDIG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા રીઢા ગુનેગાર દેવેન્દ્ર બોરીયા ઉર્ફે...

DIG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા રીઢા ગુનેગાર દેવેન્દ્ર બોરીયા ઉર્ફે ડેન્ડુને PSI મોરીએ પગમાં ગોળી મારી

- Advertisement -

PSI from Nirlipt Rai team shot a Surendranagar goon in the leg : સુરેન્દ્રનગર જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં આતંક મચાવનારા ગુનેગાર દેવેન્દ્ર બોરીયા ઉર્ફે ડેન્ડુએ રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ (Nirlipt Rai Team) પર હુમલો કરતા તેને પોલીસે સબક શિખવાડ્યો છે. અડધો ડઝન જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ દેવેન્દ્ર બોરીયાને પોલીસ ટીમે પકડ્યો ત્યારે તેણે PSI ની પિસ્તોલ ખેંચવા ઝપાઝપી કરતા અન્ય પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી (PSI P N Mori) એ એક રાઉન્ડ હવામાં અને બીજી ગોળી પગમાં મારતા દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ જમીન પર ફસડાઈ પડ્યો હતો. ઘાયલ દેવેન્દ્ર બોરીયાને પોલીસ ટીમે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural), રાજકોટ ગ્રામ્ય (Rajkot Rural) અને બોટાદ જિલ્લા (Botad District) માં 15 જેટલાં ગંભીર ગુના આચરી ચૂકેલો દેવેન્દ્ર ભરતભાઈ બોરીયા ઉર્ફે ડેન્ડુ (રહે. સુદામડા, તા.સાયલા, જિ. સુરેન્દ્રનગર) છેલ્લાં લાંબા સમયથી 6-6 ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. હત્યાનો પ્રયાસ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના 6 ગુનામાં ફરાર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ગોસળીયા હનુમાનજી મંદિર પાસેથી હાજર હોવાની જાણકારી નિર્લિપ્ત રાયની ટીમને મળી હતી. જે માહિતીના આધારે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા (PSI B C Miyatra) અને પીએસઆઈ પી.એન. મોરી ગોસળીયા હનુમાનજી મંદિર પાસેથી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

અડધો ડઝન જેટલાં ગંભીર ગુનામાં સામેલ દેવેન્દ્ર બોરીયાને પોલીસ જીપમાં લઈને સાયલા પોલીસ સ્ટેશન (Sayla Police Station) લઈ જવાતો હતો ત્યારે તેણે ઉલટી થતી હોવાનું બહાનું કર્યું હતું. ગોસળીયા ગામના પાટીયા પાસે પોલીસ જીપ ઊભી રખાવી દેવેન્દ્રને નીચે ઉતારતા તેણે પીએસઆઈ મિયાત્રાની પિસ્તોલ છીનવવા ઝપાઝપી કરી હતી. પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરીએ દેવેન્દ્ર બોરીયાને વોર્નિંગ આપવા માટે પોતાની સર્વિસ પિસ્તોલમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો, પરંતુ દેવેન્દ્રએ પીએસઆઈ મિયાત્રા સાથે સંઘર્ષ જારી રાખતા પીએસઆઈ મોરીએ આરોપીને પગમાં ગોળી મારી દીધી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular