CJP Abhishek Deepke, Prakash Raj, Saurav Das, Dhruv Rathee protest in bangalore against CEC Gyanesh Kumar and PM Narendra Modi: બેંગલુરુમાં કોક્રોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. વોટ ચોરી કરીને સરકાર બનાવવાના આરોપ છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમાં તેમના હેલ્પર તરીકે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભૂમિકા ભજવી હોવાની બાબતે છેલ્લા કેટલાક દિવસોથી દેશ ભરમાં નારાજગીનો સૂર ઊભો કરી દીધો છે.
વિરોધ પ્રદર્શન માટે જાણીતા અભિનેતા પ્રકાશ રાજ અને જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ કોક્રોચ જનતા પાર્ટી સાથે મળીને આ મામલે જોડાઈને ખભો મીલાવશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગ હવે આ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ મામલામાં ધ્રુવ રાઠી સહુના આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યા હતા.
જોકે તમામ લોકોનો એક સૂર જોવા મળી રહ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે ચૂંટણી કમિશનરની મદદથી સરકાર રચી. જોકે તમામ લોકો એક સૂરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા અને કાર્યવાહીની માગ સાથે અહીં ઊભા હતા.
આજે કોક્રોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિષેક દીપકેએ જાહેરમંચથી લોકોને સંબોધતા ઘણા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વન નેશ વન ઈલેક્શન ફક્ત સ્લોગન હતું પરંતુ તેની પાછળનો હેતુ વન નેશન વન પાર્ટી હતો. આવો જ હેતુ એક સમયે એડોલ્ફ હિટલરનો હતો. તો નરેન્દ્ર મોદીને કહેવા માગુ છું કે એડોલ્ફ હિટલરનુ શું થયું હતું. પોતાને જ ગોળી મારવી પડી હતી. તમે ક્યારેય ભારતને તમારી ડિક્ટેટરશિપમાં નહીં ફેરવી શકો. કારણ કે ભલે તમારા માણસોએ મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી હતી પરંતુ મહાત્મા ગાંધી અમારી અંદર જીવે છે.








