Thursday, October 1, 2026
HomeGujaratAhmedabadથરાદ-અમદાવાદ હાઇવેના જમીન સંપાદનમાં સરકારને ચૂનો લગાવવાનો ખેલ, સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીને...

થરાદ-અમદાવાદ હાઇવેના જમીન સંપાદનમાં સરકારને ચૂનો લગાવવાનો ખેલ, સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીને સસ્પેન્ડ કરાયા

- Advertisement -

Revenue officer suspended for attempting to defraud the government : થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદન (Land acquisition for Tharad-Ahmedabad Expressway) દરમિયાન સરકારી તિજોરીને ફટકો મારવા ખેલાયેલા જમીનકાંડમાં એક મહેસૂલ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. હાઇવે માટે જમીન સંપાદન અગાઉ જ જમીનની કેટેગરી બદલીને સરકાર પાસેથી વધુ વળતર મેળવવાના પ્રયાસની શંકા વચ્ચે રજિસ્ટ્રેશન વિભાગે કાર્યવાહી આરંભી છે. નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા થરાદના તત્કાલિન સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીની ફરજ દરમિયાન નોંધાયેલા 74 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. અમદાવાદના અસલાલી સબ રજિસ્ટ્રાર આર. સી. રબારીને ગરબડ મામલે સસ્પેન્ડ (R.C. Rabari Sub-Registrar suspended) કરી દેવાયા છે. સસ્પેન્શન મામલે નવજીવન ન્યૂઝના પ્રતિનિધિએ પૂછતાં આર.સી. રબારીએ જણાવ્યું છે કે, દસ્તાવેજનું વેલ્યુએશન ઓછું કરવાનો આરોપ છે.

ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Project) હેઠળના થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે સંભવિત રીતે સંપાદિત થનારી જમીનના વળતર મામલામાં કેટલાંક ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. વર્ષ 2021થી 2025 દરમિયાન નોંધાયેલા કુલ 74 દસ્તાવેજોમાં ગરબડની આશંકા છે. જેની તપાસ હાલ પણ ચાલી રહી છે. આ દસ્તાવેજોમાં કેટલીક જમીન બિનખેતી થયેલી હોય તે પહેલાં જ બિનખેતી જમીન તરીકે દર્શાવી દસ્તાવેજો નોંધાયા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. કેટલાંક કિસ્સામાં બિનખેતીના પૂરતા પુરાવા તેમજ માલિકીના આધાર પુરાવા લીધા વગર દસ્તાવેજ નોંધાયા હોવાની નોંધ પણ કરવામાં આવી છે. આ તમામ ગરબડ થરાદના તત્કાલિન સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીના કાર્યકાળ દરમિયાન થઈ હોવાની વાત સામે આવી રહી છે.

- Advertisement -

કેટલાંક દસ્તાવેજોમાં જમીનનું વેચાણ મૂલ્યાંકન કિંમત કરતાં ઘણી ઊંચી કિંમતે થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. જો આવી જમીનને બિનખેતી જમીન તરીકે સંપાદિત કરવામાં આવે તો સરકારને વધુ વળતર ચૂકવવું પડી શકે છે. જમીનની વેચાણ રકમમાં RTGS થયેલા વ્યવહારો પણ શંકા ઉપજાવે તેવા છે અને તેની કોઈ વિગતો દસ્તાવેજોમાં સામેલ નથી. સરકારી તિજોરી પર વધારાનો બોજ ન આવે તે માટે આ મામલાને ગંભીરતાથી લેવાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular