Wednesday, September 23, 2026
HomeGujaratAhmedabadઅમેરિકન સિટિઝન્સને છેતરતું કોલ સેન્ટર અમદાવાદના છેવાડેથી ઝડપાયું, 2 યુવતી સહિત 7ની...

અમેરિકન સિટિઝન્સને છેતરતું કોલ સેન્ટર અમદાવાદના છેવાડેથી ઝડપાયું, 2 યુવતી સહિત 7ની ધરપકડ

- Advertisement -

Call center defrauding American citizens busted in Ahmedabad : અમદાવાદની નરોડા પોલીસે હંસપુરા વિસ્તારમાં ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ (Fake call center busted) કર્યો છે. અમેરિકાના નાગરિકોના બેંક એકાઉન્ટનો ડેટા (US citizens bank account data) મેળવી બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી આચરતી ટોળકી પોલીસને હાથ લાગી છે. 2 યુવતી સહિત 7 શખસોની નરોડા પોલીસે (Naroda Police) ધરપકડ કરી 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી ટોળકી 200થી વધુ અમેરિકન સિટિઝન્સને 38 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ચૂકી છે.

નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે સાહિત્ય આર્કેડના પ્રથમ માળે નરોડા પોલીસે દરોડો પાડી બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન જીગેશ ઝાલાહર, દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ વૈષ્ણવ (તમામ રહે. અમદાવાદ), ઇમ્તીહેન ચાર્મ્યાડ (રહે. નાગાલેન્ડ), પ્રીતિ પટેલ (રહે. નવસારી) અને વૈશાલી વેધાની (રહે. રાજસ્થાન) મળી આવતા તમામની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જીગેશ ઝાલાહર અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે અને તેણે અન્ય લોકોને 10-10 હજારના પગાર પર નોકરી રાખી છેલ્લાં છએક મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતો હતો.

- Advertisement -

જીગેશ ઝાલાહર દ્વારા કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને અમેરિકન નાગરિકોનો ઇમેલ એડ્રેસનો ડેટા આપવામાં આવ્યો હતો. જેમાં બેંકના વકીલ હોવાની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં આવતા હતા. જો કોઈ અમેરિકન સિટિઝન્સ મેસેજનો રીપ્લાય આપવામાં આવે એટલે જીગ્નેશ તેમની સાથે વાતચીત કરી લોન સેટલમેન્ટની લાલચ આપી ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ વિગત મેળવતો હતો. આ માહિતી ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશન મારફતે અલગ અલગ વેન્ડરને મોકલી અમેરિકન નાગરિકોના બેંક ખાતામાંથી ચોક્કસ રકમ કાપી લેવાતી હતી. કાપતા હતા. જે રકમ બિટકોઈન સ્વરૂપે મેળવી ભારતીય નાણામાં રૂપાંતરિત કરી આંગડિયા પેઢીમાં હવાલાથી રૂપિયા મેળવવામાં આવતા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular