નવજીવન ન્યુઝ.નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વ એજન્ડા ચલાવનારા લોકો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે હિન્દુત્વવાદીએ જ ગાંધીજીને ગોળી મારી હતી. તેમણે લખ્યું છે કે તમામ હિન્દુત્વવાદીઓને લાગે છે કે ગાંધી હવે હયાત નથી પરંતુ તેઓ આજે પણ જીવિત છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું, “એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. બધા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ગાંધીજી હવે રહ્યા નથી. જ્યાં સત્ય છે ત્યાં બાપુ આજે પણ જીવે છે! #GandhiForever
30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજે 5.17 વાગ્યે નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે તેઓ પ્રાર્થના માટે નવી દિલ્હીના બિરલા હાઉસ જઈ રહ્યા હતા. તે જ સમયે, નાથુરામ ગોડસે ત્યાં પહોંચ્યા અને પહેલા બાપુના ચરણસ્પર્શ કર્યા, ત્યારબાદ તેમની સાથે ઊભેલી મહિલાને હટાવી લીધી અને સેમી ઓટોમેટિક પિસ્તોલથી ત્રણ વાર આગળ ગોળી મારીને હત્યા કરી દીધી.
एक हिंदुत्ववादी ने गाँधी जी को गोली मारी थी।
सब हिंदुत्ववादियों को लगता है कि गाँधी जी नहीं रहे।जहाँ सत्य है, वहाँ आज भी बापू ज़िंदा हैं!#GandhiForever pic.twitter.com/nROySYZ6jU
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












