Thursday, September 10, 2026
HomeGujaratRajkotગોંડલના લોકમેળામાં ભાવતાલ મામલે ઝઘડો થતાં લોકોની ભીડ વચ્ચે ફોટો ફ્રેમના સ્ટોલ...

ગોંડલના લોકમેળામાં ભાવતાલ મામલે ઝઘડો થતાં લોકોની ભીડ વચ્ચે ફોટો ફ્રેમના સ્ટોલ ચાલકની હત્યા અને એક ઘાયલ

- Advertisement -

Gondal News : રાજકોટ જિલ્લાના ગોંડલમાં યોજાયેલા આઈકોનિક લોકમેળામાં લોકોની ભીડ વચ્ચે હત્યા (Murder incident at Gondal fair) નો બનાવ બન્યો છે. ભાવતાલ કરાવવાના મામલે ફોટો ફ્રેમના સ્ટોલ ધારક સાથે સ્થાનિક શખસોએ ઝઘડો મારામારી કરી હતી. જેમાં ચપ્પાનો ઘા વાગતા એક વ્યક્તિનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે ચોપડે હત્યા કેસ નોંધી ગોંડલ બી ડિવિઝન પોલીસે (Gondal B Division Police) રાહુલ ડોડીયા સહિત પાંચ શખસોની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

ગોંડલમાં યોજાયેલા ખાનગી લોકમેળામાં ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા, તેના પિતરાઈ ભાઈ રમાશંકર ઉર્ફે દીપક બર્મન અને વિશાલ નરેન્દ્ર શર્મા રાઈડ્સ અને સ્ટોલ વિભાગમાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા હતા. ગત બુધવારની મોડી રાતે ફોટો ફ્રેમના ભાવ કરાવવાના મુદ્દે સ્થાનિક શખસો સાથે સ્ટોલ સંચાલકોને તકરાર થઈ હતી. ઝઘડો ઉગ્ર બનતા આરોપી રાહુલ રાજુ ડોડીયા સહિતના આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં 25 વર્ષીય રમાશંકર ઉર્ફે દીપક બરમનનું મોત થયું હતું. જ્યારે વિશાલ શર્માને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે જિલ્લા એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

- Advertisement -

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે (Vijay Singh Gurjar) હત્યા કેસમાં સામેલ આરોપીઓને ઝડપી લેવાનો આદેશ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે રાજુ ડોડીયા, સમીર સુમરા, અલ્ફાજ શેખ, નવાજ દોઢિયા અને અસફાક જુનેજાને અટકમાં લઈ લીધા હતા. સીસીટીવી ફૂટેજમાં હુમલા સમયે દેખાતા અન્ય શખસોની પોલીસે શોધખોળ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular