Disha Salian sushant singh rajput case: દિશા સાલિયાનના મોત મામલામાં બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. ઉલ્લેખની છે કે દિવંગત બોલિવડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત મામલામાં બોમ્બે હાઈકોર્ટે આજે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સુનાવણી પુરી કરી દીધી હતી. ગત સુનાવણીમાં નિર્ણયને સુરક્ષિત કરી લેવાયો હતો. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે આ મામલામાં FIR દાખલ કરવામાં આવે.

આ મામલો દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાન દ્વારા કરાયેલી અરજીથી જોડાયેલો છે. તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી FIR દાખલ કરવા અને નવેસરથી તપાસની માગ કરી હતી. તેમની માગ હતી કે આ મામલામાં તપાસ સીબીઆઈ પાસેથી કરાવવામાં આવે . તે પહેલા 28 ઓગસ્ટે આ મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી પુર થઈ હતી. સતીશ સાલિયાનની તરફથી ફરિયાદ દાખલ કરવાની માગ વાળી અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

સતીશ સાલિયાને પોતાની અરજીમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની દીકરી દિશાના સાથે બળાત્કાર કરી તેમની હત્યા કરવામાં આવી હતી. આ આધાર પર તેમણે કેસ દાખલ કરવા અને નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાન સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020એ મુંબઈના મલાડ વિસ્તારમાં બિલ્ડીંગના 14મા માળેથી પડીને તેનું મોત થઈ ગયું હતું. તે સમયે મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા માની હતી અને એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ ADR દાખલ કરી હતી. જોકે હવે આ મામલામાં કોર્ટે CBI તપાસનો આદેશ કર્યો છે.

કોર્ટના નિર્દેશ પ્રમાણે, નિયુક્ત કરવામાં આવેલા તપાસ અધિકારી કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરશે. ખાસ કરીને આ વાતની તપાસ કરશે કે અરજદારની દીકરીએ કઈ પરિસ્થિતિઓમાં પોતાનો જીવ ગુમાવ્યો. તપાસ ફક્ત એક પાસા પર સિમિત રહેશે નહીં, પણ તે તમામ પરિસ્થિતિઓ અને ઘટનાક્રમોને તપાસના કુંડાળામાં લેવાશે જે દિશા સાલિયાનના મોત સાથે જોડાયેલી છે.
કોર્ટે એવું પણ કહ્યું કે જો તપાસ બાદ કેસ નથી બનતો, તો અરજકર્તા પાસે આગળ અપીલ કરવાનો વિકલ્પ રહેશે. આ રીતે દિશા સાલિયાન કેસમાં કોર્ટે હાલના નિર્દેશોને બાદ હવે તમામની નજર CBI ની તપાસ પર રહેશે. વરિષ્ઠ અધિકારીની નિયુક્તિ, અરજકર્તાના નિવેદન અને ફરિયાદ બાદ આગળ આ કેસ કઈ દિશામાં ઝાય છે તે આવનારા સમયમાં મહત્વનું છે.








