Tuesday, August 11, 2026
HomeNationalઝારખંડ વિધાનસભાનો ફરી ઘેરાવો, આંદોલનકારીઓએ રસ્તા પર ટાયર સળગાવ્યા અને JCB પર...

ઝારખંડ વિધાનસભાનો ફરી ઘેરાવો, આંદોલનકારીઓએ રસ્તા પર ટાયર સળગાવ્યા અને JCB પર ચઢી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

- Advertisement -

BJP announces Jharkhand bandh : ઝારખંડ રાંચીમાં JPSC-JSSC પરીક્ષા ગેરરીતિ વિરુદ્ધ 18 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. સોમવારે કાર્યકરો સહિત હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભાનો ઘેરાવો (Siege of Jharkhand Assembly) કર્યો હતો. પોલીસનો લાઠીચાર્જ અને ટીયરગેસના શેલના મારા વચ્ચે આંદોલનકારી વિદ્યાર્થીઓએ સુરક્ષાના તમામ લેયર તોડીને વિધાનસભા ગેટ પાસે પહોંચી ગયા હતા. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણમાં 100 યુવાનો ઘાયલ થયા છે અને 14 જેટલા સુરક્ષા જવાનને ઈજા પહોંચી છે. આજે ફરીથી વિધાનસભા ઘેરાવો કરવા ABVP એ સમર્થન આપી માર્ચ આરંભી છે. ભાજપે આપેલા ઝારખંડ બંધના એલાન દરમિયાન આંદોલનકારીઓએ રસ્તા પર ટાયર સળગાવી ટ્રાફિક વ્યવહાર ખોરવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. કેટલાંક વિસ્તારોમાં બળજબરીથી દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. કેટલાંક જિલ્લાઓમાં બંધનું પાલન કરાવવા કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. સરકાર સામે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ રાંચીમાં રસ્તા પર ટાયર બાળ્યા છે અને JCB પર ચઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. આ તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ આંદોલનના સમર્થનમાં વિધાનસભા માર્ચ કરવાની જાહેરાત કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular