Monday, August 10, 2026
HomeGujaratકપડવંજ પંથકમાં આરોગ્ય વિભાગની ટીમનો હૉસ્પિટલ પર દરોડો, 'રતવાની દવા'ના નામે બી-કોમ્પલેક્ષ...

કપડવંજ પંથકમાં આરોગ્ય વિભાગની ટીમનો હૉસ્પિટલ પર દરોડો, ‘રતવાની દવા’ના નામે બી-કોમ્પલેક્ષ વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ

- Advertisement -

Raid on hospital selling vitamins in name of medicine : રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદન અને વેચાણ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ આપેલા આદેશ બાદ નડિયાદના ઔષધ નિરીક્ષકની ટીમે કપડવંજના ધોળીકૂઈ ખાતે આવેલા ‘ડોક્ટર સોની, બાવીશી વાળાના દવાખાના’ પર દરોડો પાડી નાના બાળકોના ‘રતવાની દવા’ના નામે ચાલતા એક રેકેટનો પર્દાફાશ (Racket running in name of medicine exposed) કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમને લેબલ વિનાની પારદર્શક પ્લાસ્ટિકની 160 બોટલોમાંથી લાલ રંગનું પ્રવાહી તેમજ સ્ટીકરો મળી આવ્યા છે. આ ઉપરાંત ‘વિટામિન B-Complex‘ દવાની 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર સહિત કુલ 66,400 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

નડિયાદ મદદનીશ કમિશનરની કચેરીના પ્રવર ઔષધ નિરીક્ષક ભૂમિ પટેલ તથા ઔષધ નિરીક્ષક વિશાલ રૂપાપરાની ટીમે 7 ઓગસ્ટના રોજ ધોળીકૂઈ (તા. કપડવંજ) ખાતે પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરતા B.H.M.S. ડૉક્ટર શુભમ એસ. સોની (Dr. Shubahm S Soni) ના દવાખાના પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી શંકાસ્પદ દવાઓ સહિતનો મુદ્દામાલ મળી આવતા તેને જપ્ત કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. રતવાની દવાના નામે ધંધો કરતા ડૉક્ટર અમદાવાદની ‘પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન’ નામની પેઢી પાસેથી ‘Euphoria Pharmaceuticals, Mumbai‘ દ્વારા ઉત્પાદિત ‘ENGE PLEX’ (વિટામિન B-Complex) દવા કન્ટેનરમાં ખરીદતા હતા. ત્યારબાદ આ દવાને પોતાના દવાખાનામાં જ 100 મિ.લી.ની નાની બોટલોમાં રીપેક કરી, પોતાનું બ્રાન્ડેડ લેબલ લગાવી દર્દીઓને બોટલ દીઠ 80 રૂપિયાના ભાવે બિનઅધિકૃત રીતે વેચતા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular