Sunday, July 26, 2026
HomeGujaratAhmedabadગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સરકાર મફત પ્લોટ આપશે, જમીન સમતળ કરવાની સહાયમાં પણ...

ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સરકાર મફત પ્લોટ આપશે, જમીન સમતળ કરવાની સહાયમાં પણ પાંચ ગણો વધારો

- Advertisement -

Good news for homeless families in rural areas : ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવિહોણા પરિવારો માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય (Big decision of Gujarat government) લીધો છે. ઘરવિહોણા પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવામાં સરળતા રહે તે માટે મફત પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓને જમીન સમતળ કરવા અપાતી સહાયમાં પાંચ ગણો વધારો કર્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં ખાસ્સી એવી આર્થિક રાહત મળશે.

મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓને જમીન સમતળ અને વિકસિત કરવા મળતી સહાયમાં સરકારે વધારો કર્યો છે. હવે પ્લોટ દીઠ મળતી સહાય રૂપિયા એક હજારથી વધારી 5 હજાર કરવામાં આવી છે. ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા પ્રતિ હેક્ટર મળતી સહાય 50 હજારથી સીધી 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, પ્લોટ સમતળ સહાયમાં પાંચ ગણો અને જમીન સમતળ સહાયમાં ચાર ગણો વધારો થયો છે. રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા પરિવારોને 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લૉટ ફાળવવાની યોજના અમલમાં મૂકી રહી છે. નવા સુધારા દ્વારા આ યોજનાને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular