Paper lea Did Narendra Modi lie?: પેપર લીકની સમસ્યાથી છેલ્લા ઘણા વર્ષોથી લોકો પરેશાન છે, તેમના બાળકો પરેશાન છે. મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરીએ કે પછી પરીક્ષા આપીએ ત્યાં જ પેપર લીક થઈ જાય અને પરીક્ષા રદ થઈ જાય બાળકોના માથે આ એક મોટી ઘાત તો હતી જ પણ સાથે સાથે ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં મળતિયાઓ પાસ થઈ ગયા હોય અને જરૂરિયાતમંદ અને સક્ષમ બાળક નિરાશામાં ડૂબી જીવન ટુંકાવતું હોય. આ સમસ્યા સામે શિક્ષણ જગતના બુદ્ધીમાનો જ નહીં, અમુકને છોડીને ખુદ બાળકોના માતા-પિતાઓ પણ સાવ મૌન હતા. એક છૂપો ડર, ઓનલાઈન ટ્રોલિંગથી લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરતા થતા દેશવિરોધીના ટેગને લઈને, ખાખી વર્દીમાં રહેલી નેતાઓની પોલીસ પરનો ડર સતત તેમને મૌન કરી રહ્યો હતો પરંતુ બાળકોએ આ ડરમાં ના રહેવાનું નક્કી કર્યું અને આ મામલો ઉઠ્યો દિલ્હીના જંતરમંતર ગ્રાઉન્ડ પર, જ્યાં બાળકોને ડરાવવા ડંડા ચાલ્યા અને ભરપૂર ચાલ્યા. બાળકોને માર મારવામાં આવ્યો બાળકીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છતા કોઈ ડંડાથી વંદા મર્યા નહીં.
અંતે હવે થુંકીને ચાટવાનું તો પડશે જ તેવું માનીને નેતાઓએ જીભ લાંબી કરી અને બાળકો સાથે સંવાદ કરવાનો શરૂ કર્યો. હવે ખુદ નરેન્દ્ર મોદીએ પણ વીડિયો કરીને તેઓ હવે આ મામલામાં મૌન તોડી શું શું કરવાના છે તે અંગે જાણકારી આપી પણ…. આ મામલાને લઈને હવે સોશ્યલ મીડિયા પર જ તેમને જુઠા અને અધુરી વિગતો વાળા જેવા મતલબની પોસ્ટ થવા લાગી છે. જેમ કે 19મી જુલાઈએ નીટની પરીક્ષાનું પરિણામ નહોતું તેને બદલે 16મીએ હતું. જોકે અહીં તેમને તારીખમાં સમજ કે બોલવામાં ફેર પડ્યો હોઈ શકે છે તેવું લોકો ચલાવી લે છે પણ AAP નેતા અરવિંદ કેજરીવાલે તેમને જુઠાણું ફેલાવતા અને લોકોને ખોટી દીશાઓમાં દોરવા સાથે કેટલીક મહત્વની વાત સોશ્યલ મીડિયા પર કરવામાં આવી છે. AAP નું કહેવું છે કે વડાપ્રધાન આ જ ગાણું અગાઉ પણ ગાઈ ચુક્યા છે.
વીડિયોમાં શું બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?
પેપર લીક મામુલી વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અને તેમના સ્વજનો માટે ખુબ પીડાદાયક છે. અને એટલે જ પેપર લીકની ઘટનાથી અત્યાર સુધી છેલ્લા અઢી મહિનાઓમાં ઘણા પગલાઓ લેવાયા છે. ગુનેગારોને પકડાયા છે, તે જેલમાં પડ્યા છે. અમારી સૌથી મહત્વની જવાબદારી હતી કે વિદ્યાર્થીઓનું વર્ષ બરબાદ ના થાય અને તાત્કાલીક પરીક્ષા લેવી જરૂરી હતી. સરકારે પણ ઓછામાં ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે તેની વ્યવસ્થા કરી. અને 19મીએ તેનું પરિણામ પણ આવ્યું અને દેશભરમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓના ખુશીના સમાચારો પણ આવી રહી છે. પણ અમે અહીં સંતોષ માનનારા લોકો નથી. તેથી મેં આજે ફાસ્ટ ટ્રેક કોર્ટો માટે વિભાગોને નિર્દેશ આપ્યા હતા. આજે વિભાગોએ મોડી રાત સુધી મહેનત કરીને મને તેનું વિધેયક પણ આપી દીધું. કાલે તેની કેબીનેટમાં ચર્ચા પણ થશે. અને સંસદના બીજા સપ્તાહના સોમવારે તેને જલદીથી જલદી સંસદમાંથી પસાર કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
શું બોલ્યા અરવિંદ કેજરીવાલ
શું કહ્યું રાહુલ ગાંધીએ?
રાહુલ ગાંધીએ વડાપ્રધાનના આ વીડિયોને જોયા પછી કહ્યું કે, મોદીજી, આપણા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે. મોડી રાત્રે આવા કંગાળ વીડિયો મુકીને તેમનું અપમાન ના કરો.
- પ્રધાનને કાઢો
- જેમણે વિદ્યાર્થીઓને માર્યા તેમને સજા કરો
- માફી માગો








