નવજીવન. અમદાવાદઃ જામનગરના રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં નિધન થયું છે. તેમની અહીં અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. તેમની તબીયત બગડ્યા પછી તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર તેમના અંતિમ સંસ્કાર અહીં અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહના મોટા બહેન હર્ષદકુંવરીબા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઘણા સક્રિય હતા, એક રાજવી લોહીને કારણે કલા સાથે તેમને લગાવ પણ ઘણો, તેઓ ઐતિહાસિક વારસાનું જતન કરતી ઈન્ટેક સંસ્થાનો હિસ્સો પણ હતા. સત્ય સાંઈ સંસ્થામાં પણ તેઓ કામ કરી સંસ્થાના કાર્યોને આગળ ધપાવતા હતા. છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબીયતને કારણે બીમાર રહેતા હતા. તેમને પ્રારંભીક સારવાર જામનગરની ગોકુલ હોસ્પિટલમાં આપવામાં આવી હતી જે પછી તેમને વધુ સારવાર માટે અમદાવાદમાં લવાયા હતા. તેમને મલ્ટી ઓર્ગન ફેલિયરને પગલે સારવાર માટે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના બીછાને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના અવસાનના સમાચારે સમગ્ર રાજવી પરિવારને શોકમાં ગરકાવ કરી દીધા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












