Wednesday, April 29, 2026
HomeGeneralરાજકોટ: સિટિ બસના ચાલકે જાહેરમાં બતાવ્યા સંસ્કાર, જુઓ Video વૃદ્ધને કેવા માર્યા

રાજકોટ: સિટિ બસના ચાલકે જાહેરમાં બતાવ્યા સંસ્કાર, જુઓ Video વૃદ્ધને કેવા માર્યા

- Advertisement -

નવજીવન.રાજકોટ: રાજકોટમાં માલવીયા ચોકમાં સિટિબસના ડ્રાઈવરની દાદાગીરીની ઘટના સામે આવી છે. માત્ર નજીવી બાબતે બસ ડ્રાઈવર દ્વારા રસ્તા પર એક વૃદ્ધ બાઇકચાલકને માર મરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રસ્તામાં બસ ડ્રાઈવર અને બાઇકચાલક વચ્ચે થયેલી ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળાં એકત્રિત થયા હતા. આ ટોળાંમાંથી જ કોઈ વ્યક્તિએ પોતાના ફોન દ્વારા આ ઘટનાનો વિડીયો લઈ લીધો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



મળતી માહિતી મુજબ જ્યારે રાજકોટ સિટિબસ યાજ્ઞિક રોડ નજીક માલવીયા ચોક પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક બાઇકચાલક આગળથી પસાર થતાં બસ ડ્રાઈવર ઉશ્કેરાયો હતો અને બસ રસ્તા ઉપર જ ઊભી રાખીને વૃદ્ધ બાઇકચાલક સાથે બોલાચાલી કરીને ગંદી ગાળો આપી હતી. આ દરમિયાન અચાનક બસ ડ્રાઈવરે અચાનક જ વૃદ્ધ બાઇકચાલકને માર મારવાનું શરૂ કૃ દીધું હતું. જેના કારણે રોડ પર ટ્રાફિકજામ થયું હતું અને લોકો એકત્રિત થયા હતા.

- Advertisement -

જે સમયે આ ઘટના બની તે સમય આ રસ્તા પરથી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સી. જે. જોશી પસાર થઈ રહ્યા હતા. તેમણે બસ ડ્રાઈવરને વૃદ્ધ બાઇકચાલકને માર મારતા જોઈને તાત્કાલિક બસ ડ્રાઈવર વિજય કાપડીની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.



આ ઘટનાના સંદર્ભમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, “સિટીબસનાં કર ડ્રાઈવરની દાદાગીરીનો વિડીયો સામે આવતા જ તપાસના આદેશો આપી દેવાયામાં આવ્યા છે. પ્રજા સાથે આવી દાદાગીરી કરનાર સામે કોઈની પણ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જો ડ્રાઈવર વિજય કાપડી આ માટે જવાબદાર સાબિત થશે તો તેને સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular