Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadવન કર્મચારી પર હુમલો કરવાના કેસમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9...

વન કર્મચારી પર હુમલો કરવાના કેસમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓ દોષિત જાહેર થયા

- Advertisement -

Court convicts 8 including AAP MLA Chaitar Vasava : ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ઑક્ટોબર-2023માં વન કર્મચારી પર હુમલો કરવાના એક કેસ (Case of attack on forest employee) માં નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 શખસોને દોષિત (Narmada Sessions Court finds Chaitar Vasava guilty) જાહેર કર્યા છે. અદાલતના નિર્ણય બાદ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકીય પક્ષો, આદિવાસી સમાજ સહિત રાજ્યભરમાં ચૈતર વસાવાને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

શું હતો સમગ્ર મામલો ?

- Advertisement -

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન (Dediyapada Police Station) ની હદમાં 29 ઑકટોબર 2023માં વનવિભાગના કેટલાંક કર્મચારીઓએ જંગલની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી જેને દૂર કરી હતી. આ મામલે વાત કરવા ચૈતર વસાવાએ જંગલ ખાતાના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમની સાથે હાજર શખસોએ મારપીટ કરીને સરકારી કર્મચારીઓને ખેડૂતોને પૈસા આપવા દબાણ કરી ધમકી આપી હતી. ચૈતર વસાવાએ પોતાના વેપનમાંથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલે ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં એક મહિના સુધી ફરાર રહેલા ચૈતર વસાવાએ વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાના મધ્યમાં આત્મસર્મપણ કર્યું હતું.

AAP MLA સહિત 8 દોષિત જાહેર થયાં

અઢી વર્ષ અગાઉ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો કેસ અદાલતમાં ચાલી ગયો છે. નર્મદા સેશન્સ કોર્ટમાં તપાસ અધિકારી, સાક્ષીઓ સહિતના લોકોની જુબાની અને પુરાવાના આધારે કેસ ચાલી ગયો છે. જંગલ ખાતાના કર્મચારી પર કરવામાં આવેલા હુમલાના કેસમાં આજે અદાલતે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબહેન સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular