Wednesday, June 17, 2026
HomeGujaratAhmedabadAhmedabad : મહિલા સાથે દુષ્કર્મ આચરી અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી...

Ahmedabad : મહિલા સાથે દુષ્કર્મ આચરી અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી મેળવનાર કરીમ ઉર્ફે આદીત્ય સામે નોંધાયો ગુનો

- Advertisement -

Second FIR against accused of financial and physical exploitation of women : આદીત્ય પટેલ બનીને સંખ્યાબંધ મહિલાઓને જાળમાં ફસાવી આર્થિક તેમજ શારીરિક શોષણ કરનારા કરીમ સિપાઈ ઉર્ફે કરીમ રાઠોડ સામે અમદાવાદ શહેરમાં બીજો ગુનો નોંધાયો છે. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન (West Mahila Police Station) ખાતે નોંધાયેલા દુષ્કર્મ, ખોટી ઓળખ આપવી તેમજ બ્લેકમેલ કરી ખંડણી પડાવવાના કેસમાં કરીમ સિપાઈની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા કરીમ સિપાઈના મોબાઈલ ફોનમાંથી મહિલાઓ સાથે અંગતપળો માણતા અનેક વીડિયો અને ફોટા પણ મળી આવ્યા છે.

તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસે મહેસાણાના કડી ખાતે રહેતા કરીમ રફીકભાઈ સિપાઈની એક ગુનામાં ધરપકડ કરી હતી. મેટ્રિમોનિયલ વેબસાઈટ પર આદીત્ય ચીમનભાઈ પટેલ (Karim Rafiq Sipai alias Aditya C Patel) ના નામની પ્રોફાઈલ બનાવીને વિધવા સહિતની મહિલાઓને કરીમ સિપાઈ ફસાવતો હતો. કરીમ સિપાઈએ છેતરપિંડી આચરવા માટે આધારકાર્ડથી લઈને પાસપોર્ટ સુધીના બનાવટી દસ્તાવેજો બનાવી ચૂક્યો છે. કરીમ સિપાઈએ આદીત્ય પટેલ બનીને એક 40 વર્ષીય મહિલાને પોતાની જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન બનાવાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરી દેવાની ધણકી આપી પીડિત મહિલા પાસેથી ખંડણી પણ વસૂલી ચૂક્યો છે. આગામી દિવસોમાં ભોગ બનનારી પીડિતાઓની સંખ્યા તેમજ ફરિયાદમાં વધારો થાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ભોગ બનનારી મહિલાઓને ફરિયાદ નોંધાવવા આગ્રહ કરી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular