Sunday, June 14, 2026
HomeGujaratAhmedabadFarmers Tractor Rally : કૉંગ્રેસના નેતાઓને પોલીસે મનાવી લીધા, ગાંધીનગરના સ્થાને હવે...

Farmers Tractor Rally : કૉંગ્રેસના નેતાઓને પોલીસે મનાવી લીધા, ગાંધીનગરના સ્થાને હવે રેલી-સભાનું સ્થળ બદલાયું

- Advertisement -

Rally of Gujarat farmers against BJP government : ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે પ્રદર્શન (Demonstration against anti-farmer policies of BJP government) કરવા માટે ગુજરાતભરમાંથી સંખ્યાબંધ ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર નહીં પહોંચી શકે. કિસાન કૉંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ યોજાનારી ટ્રેક્ટર રેલી (Gujarat Congress supported farmers tractor rally) અને સભા અમદાવાદ રિંગ રોડ પર જ યોજાશે. કૉંગ્રેસના નેતાઓ અને ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચવાની થઈ હતી જાહેરાત

- Advertisement -

ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ અને તેમાંય ખાસ કરીને ખાનગી વીજ કંપનીને ફાયદો કરવા થઈ રહેલા પ્રયાસોમાં અનેક વખત ઘર્ષણ થયા છે. સરકારના આર્શીવાદ અને પોલીસ સહિતના તંત્રની મદદથી ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી ખાનગી કંપનીઓ વીજ લાઈનના થાંભલાઓ ખોડી રહી હોવાનો આરોપ કૉંગ્રેસે લગાવ્યો છે. આ સિવાય પણ અનેક ખેડૂત વિરોધી નીતિઓને લઈને કૉંગ્રેસે 15 જૂનના રોજ અમદાવાદ રિંગ રોડ પર શાંતિપુરા સર્કલથી ખેડૂત ટ્રેક્ટર રેલી નીકળીને ગાંધીનગર પહોંચશે તેવી જાહેરાત થઈ હતી. ગાંધીનગરમાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda), વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary) સભા સંબોધિત કરવાના હતા.

પોલીસે કૉંગ્રેસના નેતાઓને મનાવી લીધા

કૉંગ્રેસ સમર્થિત ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી માટે ગાંધીનગર જિલ્લા પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હતી. ગાંધીનગરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી યોજવાની મંજૂરીની સ્પષ્ટ ના (Farmers tractor rally not allowed in Gandhinagar) પાડી દેવામાં આવી હતી. જેથી કૉંગ્રેસના નેતાઓ પોલીસ સાથે ઘર્ષણ ટાળવા માટે અમદાવાદની હદમાં રેલી યોજવા માટે તૈયાર થઈ ગયા છે. 1,111 ટ્રેક્ટર સાથે રાજ્યભરમાંથી આવનારા ખેડૂતો રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચે તો ટ્રાફિક જામની વિક્ટ સ્થિતિ અચૂક નિર્માણ પામે તેવું કારણ રજૂ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓને કૉંગ્રેસના નેતાઓને મનાવી લીધા છે. અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં ગાંધીનગરના સ્થાને રેલી-સભા અમદાવાદમાં કરવા માટે કોંગી નેતાઓ સંમત થઈ ગયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular