Union Aviation Minister’s claim during Gujarat visit : ગત માર્ચ મહિનાના અંતમાં ગુજરાત આવેલા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ 260 લોકોના જેમાં મોત થયા હતા તે અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ અહેવાલ મહિનામાં જાહેર થશે તેવો દાવો (Union Aviation Minister’s claim during Gujarat visit) કર્યો હતો. Ram Mohan Naidu Kinjarapu એ ભાવનગર એરપોર્ટ પર નવી ફ્લાઈટ્સને લીલી ઝંડી આપવા આવ્યા ત્યારે ખાતરી આપી હતી કે, Air India Plane Crash પાછળના કારણો જલ્દી સ્પષ્ટ થશે. કેન્દ્રીય મંત્રીના દાવાને લગભગ અઢી મહિના થવા આવ્યા પરંતુ તપાસ અહેવાલના કોઈ વાવડ દેખાતા નથી.
અમદાવાદના આકાશમાં બનેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 Crash ને એક વર્ષ પૂર્ણ થયું છે. વિમાન કેમ અચાનક પટકાયું તેનો જવાબ મળી ગયો છે, પરંતુ એ કેમ બન્યું તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. એક વર્ષ બાદ પણ ‘ફ્યુઅલ સ્વિચ’ ‘કટઑફ’ સ્થિતિ કેવી રીતે નિર્માણ પામી તેને લઈને મોટો સવાલ છે. આ માનવીય ભૂલ હતી કે ટેક્નિકલ ખામી કે પછી અન્ય કારણ ? તપાસકર્તાઓ હજુ સુધી આ પ્રશ્નનો ઉત્તર નથી આપી શક્યા. અત્રે નોંધનીય છે કે, પ્લેન દુર્ઘટનાનું કારણ (Air India Plane Crash Reason) જાણવા મૃતકના પરિવાર સહિત લાખો/કરોડો લોકો આતુર છે.








