Friday, June 5, 2026
HomeGujaratગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, ડ્રગ્સ-હવાલા નેટવર્ક મામલે 21 સ્થળોએ દરોડા; રોકડ, સોનું...

ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, ડ્રગ્સ-હવાલા નેટવર્ક મામલે 21 સ્થળોએ દરોડા; રોકડ, સોનું અને વિદેશી ચલણ જપ્ત

- Advertisement -

ED Drugs and Hawala case Gujarat: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં ડ્રગ્સ અને હવાલા નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, સુરત, અંકલેશ્વર અને મુંબઈ સહિત કુલ 21 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ₹1.33 કરોડથી વધુની રોકડ રકમ, વિદેશી ચલણ, સોનું તેમજ બેંક ખાતાઓ સાથે જોડાયેલી મહત્વની વિગતો મળી આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, EDની તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સાથીદારો છે. તપાસ એજન્સીને શંકા છે કે આ નેટવર્ક ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર તેમજ હવાલા મારફતે થતા નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલું હોઈ શકે છે. આ મામલે કેમિકલ સપ્લાયર્સ, હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતો ધરાવતા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

દરોડા દરમિયાન EDને અંદાજે 2200 અમેરિકન ડોલર સહિતનું વિદેશી ચલણ પણ મળી આવ્યું છે. ઉપરાંત ભારત અને દુબઈમાં આવેલી કરોડો રૂપિયાની મિલકતો સાથે સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોના આધારે તપાસ એજન્સી હવે ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલી રકમનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યું હતું તેની તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને હવાલા મારફતે થતી મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોઈ શકે છે. ED હાલ તમામ નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ અને મિલકતોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ડ્રગ્સના ગેરકાયદેસર વેપારથી મળતી ગુનાહિત આવકના સ્ત્રોતોને શોધી કાઢવાનો અને આવા નેટવર્ક પર કડક કાર્યવાહી કરવાનો છે. તપાસ આગળ વધતાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular