Sunday, May 31, 2026
HomeGujaratAhmedabadCensus in Gujarat : 1 જૂનથી રાજ્યમાં વસ્તી ગણતરી થશે શરૂ, ના...

Census in Gujarat : 1 જૂનથી રાજ્યમાં વસ્તી ગણતરી થશે શરૂ, ના પાડી અથવા ખોટી માહિતી આપી તો કાર્યવાહી થશે

- Advertisement -

Census begins in Gujarat : ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલ 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત (First phase of the census will begin in Gujarat) થઈ રહી છે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના છે. આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના થઈ હતી. આ વખતે નાગરિકોને ભૌતિક સુવિધાઓના વપરાશ અંગેની માહિતી પણ આપવી પડશે. વસ્તી ગણતરીના અભિયાનમાં એક લાખથી વધુ કર્મચારીઓ (One lakh personnel involved in the census campaign) જોડાવાના છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઈઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી છે.

રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા (Sujal J Mayatra Census Director Gujarat) એ વસ્તી ગણતરી અભિયાનમાં સક્રિય સહભાગી થઈ સત્ય માહિતી આપવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિક ખોટી વિગત આપે અથવા ના પાડે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ નાગરિકોને આવકની માહિતી, દસ્તાવેજો તેમજ બેંકની વિગતો ન આપવા જણાવાયું છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન 2026 સુધી ચાલશે. બીજો તબક્કો 9થી 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે અને ઇતિહાસમાં પ્રથમ વખત સત્તાવાર રીતે જાતિ ગણતરીની કામગીરી થશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular