Dead body found in Khodiyar Dam in Dhari : અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા વિશાળ ખોડિયાર ડેમમાંથી આજે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પાસેથી મળી આવેલા આધારકાર્ડ થકી તે અમદાવાદનો હોવાની માહિતી પોલીસને મળી છે. આ મામલે ધારી પોલીસે અકસ્માત મોત નોંધી (Dhari police registered an accidental death) પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ આરંભી છે. મૃતક અમદાવાદથી ધારી શા માટે આવ્યો હતો ? તેની જાણકારી મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે.
ધારી ખાતે આવેલા ખોડિયાર ડેમમાંથી એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિક તરવૈયાઓએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ દોડી ગઈ હતી. મૃતદેહની ઓળખ રાજેશ બંસીદાસ હરિયાણી (રહે. વટવા, અમદાવાદ) તરીકે થઈ છે. આધેડનું મોત કયા કારણોસર થયું છે તે જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.








