નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગુજરાતના હવામાનમાં આ મહિનાના અંતમાં પલટો (Change in Gujarat weather) આવે તેવી શક્યતાઓ છે. હાલમાં અમદાવાદ સહિતના શહેરોમાં 44 થી 42 સેલ્સિયસ તાપમાનને લઈને લોકો તોબા પોકારી ગયા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (Heavy rain warning) આપવામાં આવી છે.
હવામાન વિભાગે મહિનાના અંતમાં 3 થી 5 સેલ્સિયસનો તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના (Meteorological Department predicts a major drop in temperature) વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel’s prediction) વીજળી પડવાની ઘટનાઓથી સુરક્ષિત રહેવા માટે ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે. રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 7 અને 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.








