નવજીવન ન્યૂઝ, ડેસ્ક : દેશમાં ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે ઈંધણમાં ભાવ વધારોનો સિલસિલો શરૂ થયો છે અને તે રોકાવાનું નામ લે તેવો નથી. મોદી સરકારે ચાલુ મહિને ચોથી વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો (Petrol Diesel Price Hike) ઝીંક્યો છે. ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલાં ઘર્ષણ (Iran and America war) ના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઑઈલના સપ્લાય પર ભારે અસર પડી છે. છેલ્લાં 10 દિવસમાં કેન્દ્ર સરકારે કરેલા ભાવ વધારાના પગલે પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘા થઈ ગયા છે. બીજી તરફ દેશમાં ડીઝલની ભારે અછત (Severe shortage of diesel) હોવાની બૂમ પડી છે. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો ડીઝલ નહીં મળવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવ વધારો લાવતી સરકાર વહેલી પરોઢે તેમજ સવારે જાહેરાત કરે છે. આજે સવારે 6 કલાકે પેટ્રોલમાં પ્રતિ લિટરે 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 નો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.








