Friday, July 10, 2026
HomeNationalરાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને મોટી જવાબદારી, અરજી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક

રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને મોટી જવાબદારી, અરજી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની ગૃહ અરજી સમિતિના નવા અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ઉચ્ચ સદનમાં તેમને આ જવાબદારી સોંપી છે. રાજ્યસભાની અરજી સમિતિના પુનર્ગઠન અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને અરજી સમિતિનું પુનર્ગઠન કરીને કુલ 10 સભ્યોની નિમણૂક કરી છે. આ પુનર્ગઠિત સમિતિ 20 મેથી અમલમાં આવી હોવાનું જણાવાયું છે અને રાઘવ ચઢ્ઢાને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

- Advertisement -

રાઘવ ચઢ્ઢાની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંક કુમાર નાયક, મસ્થાન રાવ યાદવ બીઢા, જે.બી. મેથેર હિશામ, સુભાષીશ ખુન્ટિયા, રવંગવરા નારજારી અને સંતોષ કુમારને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

રાજ્યસભાની અરજી સમિતિનું મુખ્ય કાર્ય સદન સમક્ષ રજૂ થતી અરજીઓની તપાસ કરવાનું છે. આ સમિતિ કાર્યપાલિકાની કામગીરી સાથે જોડાયેલી જાહેર ફરિયાદો અથવા સામાન્ય જનહિતના મુદ્દાઓની પણ તપાસ કરે છે. આ સમિતિ નાગરિકો માટે એક સત્તાવાર મંચ તરીકે કાર્ય કરે છે, જ્યાં સામાન્ય વહીવટી માર્ગોથી રાહત ન મળતી હોય ત્યારે લોકો પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે.

રાઘવ ચઢ્ઢા અગાઉ પંજાબમાંથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 24 એપ્રિલ 2026ના રોજ તેમણે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશથી વધુ એટલે કે કુલ સાત રાજ્યસભા સાંસદો સાથે પક્ષ છોડીને પોતાના જૂથનું ભાજપમાં વિલીનીકરણ કર્યું હતું.

- Advertisement -

રાઘવ ચઢ્ઢા સાથે ભાજપમાં જોડાયેલા અન્ય સાંસદોમાં સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, વિક્રમ સહાની, રાજિંદર ગુપ્તા અને સ્વાતિ માલીવાલનો સમાવેશ થાય છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular