નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ઘર્ષણ (Iran and America war) ની અસર ભારત સહિત વિશ્વભરમાં પડી છે. દેશમાં ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ મોદી સરકાર હરકતમાં આવી ગઈ છે અને તબક્કાવાર રીતે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારી રહી છે. આજે શનિવારે ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો (Petrol Diesel Price Hike) સરકારે ઝીંક્યો છે. છેલ્લાં 8 દિવસમાં આ ત્રીજી વખત આવેલો ભાવ વધારો છે. બીજી તરફ દેશમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ જોતા ડીઝલની અછત (Diesel shortage in India) હોવાની વાતો ભારે ચર્ચામાં છે.
જાણકારોના મત અનુસાર, પેટ્રોલ-ડીઝલમાં હજુ પણ ભાવ વધારો આવવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લાં 8 દિવસમાં પેટ્રોલ-ડીઝલ લગભગ 5 રૂપિયા મોંઘા થઈ ગયા છે. અત્રે નોંધનીય છે કે, ગત 15 મેના રોજ પ્રજા સૂતી હતી ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે 3-3 રૂપિયાનો વધારો કરી દેવાયો હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે (Union Ministry of Petroleum and Natural Gas) સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે.








