Thursday, May 21, 2026
HomeGujaratAhmedabadGandhinagar : નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સહિત 5 જણાને અચાનક...

Gandhinagar : નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સહિત 5 જણાને અચાનક પદ પરથી હટાવી દેવા સરકારનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department Gujarat) માં વર્ષોથી બેફામ ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલતા આવ્યા છે અને ચાલી રહ્યાં છે. જો કે, આ વખતે અચાનક ગુજરાત સરકારે નશાબંધી વિભાગના કલાસ વન અધિકારી કેતન દેસાઈ (Ketan A Desai) થી લઈને કલાસ થ્રી સુધીના 5 અધિકારીઓને હાલ પૂરતા નવરા કરી દીધા છે. સરકારે લીધેલા આ નિર્ણયના કારણે નશાબંધી અને આબકારી વિભાગમાં ફફડાટ વ્યાપી વળ્યો છે.

ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગમાં ચાલતી પોલમપોલ (Scam in Prohibition and Excise Department) ના પગલે નાયબ નિયામક કેતન એ. દેસાઈ સહિત 5 જણાને તેમના પદ પરથી હટાવી દીધાં છે. કેતન પદ પરથી હટાવી દેવાયેલા અધિકારીઓમાં મહેસાણા જિલ્લા અધિક્ષક અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી અમીતાબહેન પટેલ (Amitabahen Patel), નિરીક્ષક નડીયાદ શૈલેષ રબારી, નિરીક્ષક આણંદ વિપુલ પટેલ અને નાયબ નિરીક્ષક અમદાવાદ અનિલ ગણવાનો સમાવેશ થાય છે. સરકારે અચાનક લીધેલા Waiting for Posting ના આ નિર્ણય પાછળ નશાબંધી વિભાગમાં ચાલતી ગેરરીતીઓ અને કૌભાંડ જવાબદાર હોવાનું મનાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular