Friday, May 15, 2026
HomeGujaratAhmedabadAhmedabad : બહેરા-મૂંગા હોવાનો ડોળ કરીને PG તેમજ અન્ય સ્થળોએ ચોરીઓ કરતી...

Ahmedabad : બહેરા-મૂંગા હોવાનો ડોળ કરીને PG તેમજ અન્ય સ્થળોએ ચોરીઓ કરતી બે સગી બહેનો પોલીસના સકંજામાં આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પશ્ચિમ અમદાવાદમાં આવેલા અનેક પેઈંગ ગેસ્ટ હાઉસમાં રહેતા લોકોનો કિંમતી સામાન અને રોકડ ચોરી કરતી બે સગી બહેનો અમદાવાદ શહેર પોલીસ (Two sisters caught stealing from paying guest house) ના હાથે ઝડપાઈ છે. PG તેમજ રહેણાંક વિસ્તારમાં ભીખ માગવાનો ડોળ કરી બંને બહેનો ચોરીને અંજામ આપતી હતી. અમદાવાદના સાબરમતી કાળીગામ વિસ્તારમાં રહેતી અન્નુ નટ અને પૂજા નટ ચોરી કરતા ક્યારેક પકડાઈ જાય તો બહેરા-મૂંગા હોવાનું નાટક કરી છટકી જતી હતી. પકડાયેલી બંને મહિલાઓ પાસેથી વસ્ત્રાપુર પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક પીજીમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટના બનતા પોલીસે ગુનો (Vastrapur police register FIR theft at paying guest house) નોંધી તેના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. CCTV Footage માં બે મહિલાઓ ચોરી કરતા કેદ થઈ હતી. વસ્ત્રાપુર પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરતાં બે સગી બહેનો હાથ લાગી હતી. પીઆઈ ગીતા એમ. ચૌધરી (PI Geeta M Chaudhari) એ જણાવ્યું છે કે, જે પીજીના દરવાજા ખુલ્લાં હોય ત્યાં બંને આરોપીઓ ચોરી કરતા હતા. પકડાયેલી બંને સગી બહેનો છે અને બંનેના છૂટાછેડા થઈ ગયા છે. ખોટી હરકત કરતા પકડાઈ જાય ત્યારે આ બંને બહેનો નાગપુરના આનંદ મિશન આશ્રમનું એક કાર્ડ બતાવી બહેરા-મૂંગા હોવાનો ઢોંગ રચતા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular