Friday, May 15, 2026
HomeGujaratSumul Dairy : સુરત-તાપીના પશુપાલકોને સુમુલ ડેરી 425 કરોડનું બોનસ આપશે, પ્રતિ...

Sumul Dairy : સુરત-તાપીના પશુપાલકોને સુમુલ ડેરી 425 કરોડનું બોનસ આપશે, પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયા ચૂકવશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ પશુપાલકોને બોનસ આપવાની જાહેરાત (Sumul Dairy will give bonus to cattle farmers) કરી છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદમાં આવી ગયા છે. સુમુલ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાનું નક્કી કર્યું છે. સુમુલ ડેરીના વહીવટકર્તાઓનો દાવો છે કે, આ ભાવ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ (Sumul Dairy claims to offer highest price for milk) છે.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીસીયુ (BCU) ફેટફેર પેટે અંદાજિત 30 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવામાં આવ્યા હતા. હવે તેમાં 120 રૂપિયા બોનસ ઉમેરાતા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1,020 રૂપિયા મળશે. સુમુલ ડેરીના આ નિર્ણયને કારણે કુલ 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર (બોનસ) પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ રકમ આગામી જૂન મહિનામાં સીધી પશુપાલકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

- Advertisement -

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular