નવજીવન. રાજકોટઃ રાજકોટ શહેરમાં એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક છોકરીનું રહસ્યમય રીતે મૃત્યુ થતા રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. મૂળ ગીર સોમનાથની વતની અને રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય અલ્પા જનકાત નામની યુવતી પોતાના ફલેટના બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી, ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પોલીસને શંકા જતાં યુવતીનું પોસ્ટમોર્ટમ કરવવામાં આવ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મૃત્યુનું કારણ લખવામાં આવ્યું નથી. શંકાના નિવારણ માટે યુવતીના વીસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ બહાર આવશે. ઉલ્લેખનીય વાત એ છે કે યુવતીના સાથળના ભાગે ચાંભા પડી ગયા હતા અને તેના રૂમમાંથી એક ખાલી ઈન્જેક્સન પણ મળી આવ્યું હતું પરંતુ શરીર ઉપર ઇન્જેક્શન લેવાના કોઈ નિશાન મળ્યા નથી.
અલ્પા હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે આપેલા ફ્લેટમાં અન્ય બે રુમમેટ સાથે રહેતી હતી. નોકરી પરથી આવ્યા બાદ તે નાહવા ગઈ અને લાંબા સમય સુધી બાથરૂમની બહાર ન આવતા તેની રુમમેટે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈ ઉત્તર ન મળતા રુમમેટે વોર્ડનને બોલાવીને બાથરૂમનો દરવાજો તોડવ્યો તો અંદર અલ્પા બેભાન અવસ્થામાં હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસ દ્વારા અત્યારે યુવતીના પરિવાર, રુમમેટ અને હોસ્પિટલના સ્ટાફના નિવેદન લેવામાં આવી રહ્યા છે. નિવેદન મુજબ અલ્પાને કોઈ તકલીફ હોય તેવું જાણવા મળ્યું નથી. જેના કારણે શંકાસ્પદ મૃત્યુનું રહસ્ય જાણવા માટે પોલીસે વીસેરા રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












