Wednesday, May 6, 2026
HomeGujaratAhmedabadWeather forecast in Gujarat : ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં માવઠાની...

Weather forecast in Gujarat : ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં માવઠાની સંભાવના, ખેડૂતો માટે સપ્તાહ ભારે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની આગાહી (Unseasonal rains forecast in Gujarat) જાહેર કરાઈ છે. અમદાવાદ, કચ્છ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે મંગળવારે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં મંગળવારની સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાનમાં આવેલા પલટાના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે (A K Das Meteorological Department Director) જણાવ્યું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાંક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40 સેલ્સિયસને વટાવી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular