Saturday, May 2, 2026
HomeInternationalઅમેરિકા બહુ ઝડપથી ક્યુબા પર કબજો કરવા જઈ રહ્યું છે : ડૉનાલ્ડ...

અમેરિકા બહુ ઝડપથી ક્યુબા પર કબજો કરવા જઈ રહ્યું છે : ડૉનાલ્ડ ટ્રમ્પ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : વેનેઝુએલા પછી ઈરાન હવે ક્યુબા અમેરિકા એક પછી એક દેશો પર કબજો કરવા મથી રહ્યું છે. ઈરાન સાથેની લડાઈ હજુ જારી છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફ્લૉરિડાના પામ બીચ પર આયોજિત ‘ફોરમ કલબ’ના કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદને (Trump’s claim to occupy Cuba) ખળભળાટ મચાવી દીધો છે. ભૂતપૂર્વ પ્રતિનિધિ ડેન માઈકાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે રમૂજ સાથે પણ ગંભીર સૂરમાં કહ્યું કે, ક્યુબા એક એવી જગ્યા છે જેને અમે શીઘ્રતાથી અમારા કબજામાં લેવા જઈ રહ્યા છીએ.

અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ક્યુબાની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા સ્વીકાર્યું કે ત્યાં અત્યારે ઘણી ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓ (Statement by US President Donald Trump on Cuba) ચાલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એકસાથે અનેક મોરચે લડાઈમાં જોડાવા માગતા નથી. ક્યુબામાં ભલે મુશ્કેલીઓ હોય, પરંતુ તેઓ અત્યારે જે કામ હાથ પર છે તેને પહેલા પૂરું કરવા પર ધ્યાન આપી રહ્યા છે, કારણ કે તેમને અધૂરા કામ છોડવાને બદલે તેને પૂર્ણ કરવા પસંદ છે. અમેરિકા તેની સૈન્ય તાકાતના જોરે કોઈપણ મોટા યુદ્ધ વગર ક્યુબાને નમાવી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે અમેરિકા ઈરાનથી પરત ફરી રહ્યું હશે ત્યારે તેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ હશે, જેને તેઓ ક્યુબાના દરિયાકિનારાથી માત્ર 100 યાર્ડ દૂર લાવીને ઊભું રાખી દેશે. આ શક્તિશાળી અમેરિકન યુદ્ધ જહાજની હાજરી માત્રથી ક્યુબાના લોકો આત્મસમર્પણ કરવા મજબૂર થશે તેવો ટ્રમ્પે દાવો કર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular