Wednesday, April 29, 2026
HomeGujaratSurat SBI Robbery : 50 લાખની સશસ્ત્ર લૂંટ કેસમાં બે દિવસ થયાં,...

Surat SBI Robbery : 50 લાખની સશસ્ત્ર લૂંટ કેસમાં બે દિવસ થયાં, પોલીસ ચકરાવે ચઢી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં સોમવારે બપોરે સશસ્ત્ર લૂંટની (Surat Bank Robbery) ઘટના ઘટી હતી. બેંક કર્મચારીઓ અને કસ્ટમરોને બંદૂકની અણીએ બાનમાં લઈને 6 શખસો 50 લાખ રોકડા લૂંટીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી હોવા છતાં 48 કલાક બાદ પણ કોઈ સગડ મળ્યા નથી. લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે સાથે જ બેંક સ્ટાફ, કેશવાન સ્ટાફ સહિતના લોકોની પૂછપરછ કરી રહી છે. મોબાઈલ ટાવરનો ડેટા પણ મેળવવામાં આવ્યો છે અને તેના આધારે તપાસ થઈ રહી છે.

કરંટ બેંક એકાઉન્ટ ખોલાવવાના બહાને આવેલા હિન્દી ભાષી લૂંટારૂએ સર્વિસ મેનેજર પાસેથી ચાવી વડે લૉકર ખોલાવી 12 લાખની રોકડ લૂંટી હતી. આ જ સમયગાળામાં સીએમએસ સિક્યોરિટી (CMS Security) ના કર્મચારીઓ 38 લાખ લઈને બેંકમાં પહોંચ્યા હતા તે સમયે તેમને પણ લૂંટી લેવાયા હતા. કેશવાન સાથે આવેલા બે ગનમેન પૈકી એક ગાડીમાં બેસી રહ્યો હતો અને બીજો બહાર ફરતો હતો. કેશવાનના ગનમેને લૂંટારૂઓને અટકાવવાનો જરા સરખો પણ પ્રયાસ નહીં કરતા તેના તરફ શંકાની સોય ચિંધાઈ છે. , પરંતુ તેમણે લૂંટારૂઓને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. કુલ મળીને બેંકમાંથી 12 લાખ અને CMS વેનમાંથી 38 લાખ મળી કુલ 50 લાખની લૂંટ થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular