Sunday, April 26, 2026
HomeGujaratAhmedabadGujarat : કેન્દ્રીય મંત્રી શાહ, પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને DyCM સંઘવીએ મતદાન...

Gujarat : કેન્દ્રીય મંત્રી શાહ, પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને DyCM સંઘવીએ મતદાન કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election Gujarat) નું મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) અને સી. આર. પાટીલ (C R Patil) સહિત અનેક નેતાઓએ મતદાન કર્યું છે. લોકશાહીના આ પર્વમાં 100 વર્ષના દાદીથી લઈને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાનોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્ન કરવા જઈ રહેલા યુગલોએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) ઘાટલોડીયા વિસ્તારમાં અને Gujarat BJP ના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું હતું. જ્યારે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે મતદાન કર્યું (Harsh Sanghavi voted) હતું. રાજકોટ ખાતે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ મતદાન કર્યું હતું. આ સમયે અંજલીબહેન ભાવુક થઈ ગયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) મતદાન કરવા આવશે તેવી ચર્ચાઓ હતી. જો કે, મોદી મતદાન કરવા આવ્યા નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular