નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના Washington DC ની હૉટેલ હિલ્ટનનમાં આયોજિત ‘કૉરસપૉન્ડન્ટ ડિનર’ (Correspondent Dinner Hotel Hilton) કાર્યક્રમ દરમિયાન થયેલા આડેધડ ફાયરિંગની ચકચારી ઘટના બની છે. પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump President US), પત્ની મેલાનિયા અને ઉપ પ્રમુખ જેડી વેન્સ હાજર હતા તે કાર્યક્રમના સ્થળે આ ઘટના બનતા સિક્રેટ સર્વિસના એજન્ટોએ મહાનુભાવોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. શૉટગનથી હુમલો કરનારા શખસકોલ ટોમસ એલન (કેલિફોર્નિયા) ની અટકાયત કરવામાં આવી છે.

અમેરિકાના સમય અનુસાર શનિવારની રાતે વોશિંગ્ટન ડીસીની હૉટેલ હિલ્ટનનમાં ‘કૉરસપૉન્ડન્ટ ડિનર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 2600 મહેમાન ઉપસ્થિત હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે અચાનક ગોળીબાર થયા હતા. FBI ના જણાવ્યાનુસાર 31 વર્ષીય હુમલાખોરે સિક્રેટ સર્વિસ એજન્ટ પર ફાયરિંગ (Firing on a Secret Service agent) કર્યું હતું. જો કે, એજન્ટે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હોવાથી તેનો બચાવ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા તે હૉટલમાં હુમલાખોર લૉડેડ શૉટગન સાથે પહોંચી જતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો (Loophole in US President’s security) ઉભા થયા છે.








