Saturday, April 25, 2026
HomeGujaratAhmedabadAhmedabad માં વૃદ્ધ દંપતીને નિશાન બનાવતી મહિલા જેલમાંથી છૂટી અને કર્યો ગંભીર...

Ahmedabad માં વૃદ્ધ દંપતીને નિશાન બનાવતી મહિલા જેલમાંથી છૂટી અને કર્યો ગંભીર અપરાધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે પોણો ડઝન ગુનામાં ઝડપાઈ ચૂકેલી અને જેલવાસ ભોગવનારી આધેડ મહિલાને ક્રાઈમ બ્રાંચે સાપરાધ મનુષ્યવધના ગંભીર અપરાધમાં પકડી પાડી છે. શહેરના કોટ વિસ્તારમાં ભાડાના મકાન બદલીને રહેતી લતા ચૌહાણ ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી (ઉ. 55) એકલા રહેતા લોકો તેમજ વૃદ્ધોને નિશાન બનાવી તેમને નશાવાળો પદાર્થ પીવડાવી કિંમતી મતા ચોરી લેતી હતી. દરિયાપુર પોલીસ સ્ટેશન (Dariyapur Police Station) ની હદમાં વૃદ્ધ દંપતીને કેફી પદાર્થવાળી લસ્સી પીવડાવીને બેહોશ કરી 4 હજાર રોકડની ચોરી કરનારી મહિલા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે.

કેફી પદાર્થ પીવડાવીને માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરનારી મહિલા લતા ચૌહાણ ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડીની થોડાક સપ્તાહો અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. જે કેસમાં જેલ મુક્ત થયા બાદ લતા ચૌહાણે દરિયાપુર દિલ્લી ચકલા પાસે રહેતા અબ્દુલભાઈ સિપાઈ (ઉ. 80) અને પત્ની જુબેદાબહેન ગત 17 એપ્રિલના રોજ ઘરે એકલા હજાર હતા તે સમયે દંપતીને વાતોમાં ભોળવીને કેફી પદાર્થવાળી લસ્સી પીવડાવી હતી. લસ્સી પીધા બાદ દંપતી બેહોશ થઈ જતાં રોકડ રકમની ચોરી કરી મહિલા ભાગી ગઈ હતી. દરમિયાનમાં અનેક બિમારી ધરાવતા અબ્દુલભાઈનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ દરિયાપુર પોલીસે અનેક સીસીટીવી ફૂટેજ એકઠાં કર્યા હતા. બીજી તરફ Ahmedabad Crime Branch ના પીઆઈ ડી. બી. પટેલની ટીમ ભારે પ્રયાસો બાદ મહિલા આરોપી સુધી પહોંચી જતાં સાપરાધ મનુષ્યવધના કેસ (Criminal Homicide Case) નો ભેદ ઉકેલાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular