Thursday, April 23, 2026
HomeGujaratSuratસુરતના પાલ વિસ્તારમાં મોર્નિંગ વોકર્સ નિશાન પર: દંપતી પાસેથી ચેન સ્નેચિંગ, CCTVમાં...

સુરતના પાલ વિસ્તારમાં મોર્નિંગ વોકર્સ નિશાન પર: દંપતી પાસેથી ચેન સ્નેચિંગ, CCTVમાં કેદ ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા દંપતી સાથે ચેન સ્નેચિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. બાઈક સવાર લૂંટારૂઓ દંપતીના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને પળવારમાં ફરાર થઈ ગયા હતા.

માહિતી મુજબ, પાલ વિસ્તારમાં રહેતું દંપતી દરરોજની જેમ સવારે મોર્નિંગ વોક માટે બહાર નીકળ્યું હતું. આ દરમિયાન પાછળથી ઝડપથી આવેલા બાઈક સવાર લૂંટારૂએ દંપતીની નજીક આવી ગળાના ભાગે ઝાપટ મારી સોનાની ચેન તોડી લીધી હતી. ઘટના એટલી ઝડપી હતી કે દંપતીને સમજી લેવા પહેલાં જ લૂંટારૂ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે લૂંટારૂઓએ અગાઉથી જ રેકી કરી હતી અને તક મળતા જ દંપતીને નિશાન બનાવી હુમલો કર્યો હતો.

ભોગ બનનાર દંપતીએ આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાલ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપવા માટે તપાસ તેજ કરી છે.

વહેલી સવારે બનેલી આ ઘટનાથી વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ખાસ કરીને મોર્નિંગ વોક માટે બહાર નીકળતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરમાં વધતા ગુનાખોરીના બનાવોને લઈને ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular