Thursday, April 23, 2026
HomeGujaratVadodara : વાઘોડિયા જીઆઈડીસીની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણી અને...

Vadodara : વાઘોડિયા જીઆઈડીસીની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણી અને 2 તરુણો મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લાની વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપની (Pharmaceutical Company Waghodia GIDC Vadodara) માં ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ દરોડો પાડી 20 સગીરોને મુક્ત કરાવ્યા છે. રેડિયન્ટ પેરેન્ટરલ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સગીરો પાસે જોખમી કામ કરાવાતું હોવાનો રિપોર્ટ શ્રમ વિભાગને કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સે (Child Labor Task Force Vadodara District) જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડો પાડ્યો ત્યારે 18 તરૂણીઓ અને 2 તરૂણ ઇન્જેક્શન બનાવવાની અને ઈન્જેક્શન પેકીંગમાં હેલ્પર તરીકે કામ કરતા મળી આવ્યા હતા. ટાસ્કફોર્સના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ તમામ તરૂણ શ્રમિકો બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ – 1986 ની અનુસૂચિના ભાગ-કમાં આપવામાં આવેલા જોખમી કામોની યાદી મુજબ જોખમી કામ કરતા હતા. ટાસ્ક ફોર્સની ટીમે 2 તરૂણોને મુક્ત કરાવીને બાલ ગોકુલમ બોયઝ ચિલ્ડ્રન હોમના સુપ્રિન્ટેન્ડન્ટને સોંપ્યા છે. જ્યારે તરૂણીઓને મુક્ત કરાવી હાઉસ ઓફ ઈમ્યુનિટી (સિતારે) અને હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ (ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ) ખાતે સોંપવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular